Get The App

અમદાવાદમાં વરસાદ બંધ થયો, 24 કલાક પછી પણ વરસાદી પાણી નહીં ઓસર્યા એવા સ્થળ કયા...

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News

     અમદાવાદમાં વરસાદ બંધ થયો, 24 કલાક પછી પણ વરસાદી પાણી નહીં ઓસર્યા એવા સ્થળ કયા... 1 - image

 Rain in Ahmedabad : 26 ઓગસ્ટે અમદાવાદમાં બપોરે 12થી સાંજના 6 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી પડયો હતો.26 ઓગસ્ટે સાંજે 6 કલાક બાદ વરસાદ બંધ થયા પછી 27 ઓગસ્ટે સાંજના 6 કલાક સુધી પણ વરસાદી પાણીનો નિકાલ ના કરી શકાયો હોય એવા 40 સ્પોટ હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળે છે. જો કે સત્તાવાર રીતે વોટર લોગીંગ સ્પોટના બતાવવામા આવી રહેલા આંકડાની સાથે શહેરમાં અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામા આવેલા 125 સ્પોટ ઉપર પણ વરસાદી પાણી ભરાયા હોવાનું જાણવા મળે છે.

1.દાસ ખમણ પાસે,નિકોલ
2.તીન બત્તી, એકતા નગર,દાણીલીમડા
3.કેસેન્ટ સ્કૂલની પાછળ ,અંબર ટાવરની પાછળ તમામ સોસાયટીઓમાં
4.મકતમપુરા વોર્ડમાં,બાકરોલ ગામમા
5.સફીલાલાની દરગાહની આજુબાજુનો ભાગ
6.હાથીખાઈ,ગોમતીપુર
7.વંદેમાતરમ,ગોતા વિસ્તાર
8.કારગીલ ચોકડીથી ચાણકયપુરી સુધીના રોડ ઉપર
9.ચાંદલોડીયા તળાવની બાજુમાં આવેલા રસ્તા ઉપર
10.નહેરુબ્રિજના છેડા ઉપર આશ્રમરોડ તરફના રોડ ઉપર
11.વટવા વોર્ડમાં આવેલી સુવિધા સોસાયટી પાણીમાં ગરકાવ
12.બોપલ-ઘુમા નગર પાલિકા વિસ્તારમાં
13.ઘુમા,પુજન ફલેટ
14.ઘુમા,ઋષિકેશ સોસાયટીમાં લોકોએ રુપિયા ખર્ચી પમ્પ મંગાવવો પડયો
15.સરસપુર વિસ્તાર આખો પાણીમાં ગરકાવ
16.અજીત મિલ,રખિયાલ
17.બુર્ઝ અલ અસબાબ પાર્ક,સરખેજ
18.ગોમતીપુરથી સરસપુર તરફ જવાનો રોડ સ્વિમિંગ પુલ બન્યો
19.ગોદરેજ ગાર્ડન સીટી પાસે,સેવી સ્વરાજ
20.મલેકસાબાન તળાવ રોડ ઉપર
21.ગોપાલ ચોક,નિકોલ
22.વસ્ત્રાલથી આર.ટી.ઓ.રોડ
23.ચાણકયપુરી,એન.એમ.ઝાલા કોલેજ રોડ
24.શેલા વિસ્તાર પાણીમાં ગરકાવ
25.બેરલ માર્કેટ,દાણીલીમડા
26.સ્ટર્લિંગ સીટી,બોપલ
27.મણિનગર,દેવી પાર્ક, વલ્લભવાડી
28.ભૈરવનાથ રોડ
29.શારદાબહેન હોસ્પિટલ,સરસપુર
30.વોરાના રોજા
31.ગોમતીપુર,પટેલ મિલ
32.બાપુનગર જનરલ હોસ્પિટલ
33.પલક ફલેટ, કમલા પાર્ક,ઘુમા
34.પલ્લવ ચાર રસ્તા
35.શાસ્ત્રીનગર,ભૂયંગદેવ
36.ગોળલીમડા,મ્યુનિ.ઓફિસ પાસે
37.અનુપમ સિનેમાથી ગાયત્રી ડેરી સુધી
38. ન્યુ કોટન મેટ્રો ચાર રસ્તા
39. બળીયા દેવ મંદિર ચાર રસ્તા
40. રબારી કોલોની
41. શાહીસ્તા ફલેટ, સોનલ સિનેમા
42. ઝલક ફલેટ


Google NewsGoogle News