પૈસા ભરવા ગયેલા યુવકને છાતીમાં દુખાવા ઉપડતાં 3.50 લાખ રૂપિયા મૂકીને ભાગ્યો, આ રીતે પૈસા મળ્યા પાછા
એક તરફ ઝડપી પૈસાદાર થઈ જવા માટે લોકો અલગ-અલગ નુસખા અપનાવતા હોય છે. તો બીજી તરફ માનવતાને માનનારનો વર્ગ પણ છે. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં એક યુવક પૈસા ડિપોઝિટ કરવા માટે એટીએમમાં ગયો હતો, પરંતુ આ દરમિયાન યુવકને છાતીના ભાગે દુખાવો થતા તે એટીએમ માંથી બહારની નીકળે ઘરે જતો રહ્યો હતો. જોકે, આ બાદ યુવકને ખ્યાલ આવ્યો હતો કે પૈસાની થેલી તો હજુ એટીએમમાં જ રહી ગઈ છે. આમ ત્યારબાદ તે એટીએમમાં પરત ફરીને જોવે છે તો પૈસા ભરેલી થેળી મળી ન હતી. જેમાં આ ઘટના અંગે યુવકે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
મૂળ માલિકને પૈસા પરત કરજો
બીજી તરફ, અન્ય યુવકને 3.50 લાખથી વધુ રકમની રુપિયાની થેલી મળી આવતા તેણે પોતાની પાસે આ પૈસા સાચવીને રાખ્યા હતા. ઘટના અંગે પોલીસ સી.સી.ટી.વી ફૂટેજની તપાસ કરી રહી ત્યારે એક યુવક થેલી લઈને જતો નજરે ચડ્યો હતો. તેવામાં પૈસા સાચવીને રાખેલા યુવકે પોલીસને પૈસા ભરેલી થેલી પોલીસને સોંપીને મૂળ માલિકને પરત કરવા જણાવ્યુ હતુ. આમ પોલીસે આ પૈસાની થેલી એટીએમમાં ભૂલી ગયેલા યુવકના હોવાથી તેને પરત કરી હતી.