Get The App

મજૂરો વતન જતા રહેતાં અમદાવાદમાં રોડના ૧૪૭ કામ હાલની પરિસ્થિતિમાં ઠપ હાલતમાં

મ્યુનિ.નો હોટમિકસ પ્લાન્ટ પણ બંધ, ૩૧ માર્ચ પછી શરુ થવાની સંભાવના

Updated: Mar 20th, 2025


Google News
Google News

  મજૂરો વતન જતા રહેતાં  અમદાવાદમાં રોડના ૧૪૭ કામ હાલની પરિસ્થિતિમાં ઠપ હાલતમાં 1 - image     

 અમદાવાદ,બુધવાર,19 માર્ચ,2025

હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે મજૂરો વતન જતા રહેતા અમદાવાદના વિવિધ વોર્ડમાં ચાલતી રોડની કામગીરી ઠપ હાલતમાં છે. મ્યુનિ.નો હોટમિકસ પ્લાન્ટ પણ બંધ હાલતમાં છે. ૩૧ માર્ચ પછી શહેરમાં રોડની કામગીરી શરુ થવાની સંભાવના છે.

અમદાવાદના ૭ ઝોનના ૪૮ વોર્ડમાં રોડ રિસરફેસ કરવા,રીગ્રેડ કરવા  ઉપરાંત નવા રોડ  બનાવવાની કામગીરી છેલ્લા દસ દિવસથી ઠપ થયેલી છે.રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલના કહેવા મુજબ, રોડની કામગીરી સાથે સંકળાયેલા મજૂરો હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે વતન જતા રહેતા પૂર્વઝોનમાં ૧૦, મધ્યઝોનમાં ૨, પશ્ચિમઝોનમાં ૨૩ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૭ રોડની કામગીરી ઠપ થઈ ગઈ છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પાંચ,દક્ષિણઝોનમાં એકવીસ તેમજ ઉત્તરઝોનમાં ૮ રોડની સાથે રોડ પ્રોજેકટના ૬૧ કામ હાલમાં અટકી પડયા છે.વર્ષ-૨૦૨૪-૨૫માં રોડના કુલ ૨૫૭ કામ પુરા કરાયા હોવાનો દાવો કરતા તેમણે કહયુ,૩૧ માર્ચથી શહેરમા રોડના કામ રાબેતા મુજબ શરુ થઈ જશે.

Tags :
AMCworkpolicy

Google News
Google News