હોળી પર્વ અગાઉ કામગીરી અટકી હતી, અમદાવાદના વિવિધ ઝોનના ૧૮૨ રોડ ચોમાસા પહેલા રીસરફેસ કરાશે

રોડ પ્રોજેકટ દ્વારા ૫૮ રોડ રીસરફેસ કરવાની કામગીરી કરવામાંઆવશે

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News

   હોળી પર્વ અગાઉ કામગીરી અટકી હતી, અમદાવાદના વિવિધ ઝોનના ૧૮૨ રોડ ચોમાસા પહેલા રીસરફેસ કરાશે 1 - image  

  અમદાવાદ, શુક્રવાર,12 એપ્રિલ, 2024

હોળી પર્વના એક સપ્તાહ અગાઉથી અમદાવાદના રોડ રીસરફેસ કરવાની કામગીરી અટકી પડી હતી.શહેરના સાત ઝોનના વિવિધ વોર્ડ તથા રોડ પ્રોજેકટના એમ કુલ મળીને ૧૮૨ જેટલા રોડ ચોમાસા પહેલા રીસરફેસ કરવામા આવશે. રોડ પ્રોજેકટ દ્વારા ૫૮ રોડ રીસરફેસ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં શહેરના ૪૮ વોર્ડમાં રોડની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.બેઠક બાદ ચેરમેને કહયુ, ચોમાસા પહેલા વિવિધ વોર્ડના રસ્તા રીસરફેસ કરવા તંત્રના અધિકારીઓને સુચના અપાઈ છે.હોળી અને ધૂળેટી પર્વ અગાઉ વતનમાં ગયેલા શ્રમિકો પરત આવી ગયા છે.ઉપરાંત તમામ સાત ઝોનમાં રોડની કામગીરી માટે પેવર પણ શરુ કરી દેવામાં આવ્યા છે.

કયા ઝોનમાં કેટલા રોડ રીસરફેસ કરાશે

ઝોન    કુલ રોડ        લંબાઈ(મીટર)

ઉ.પ.   ૨૨     ૯૨૦૪

પશ્ચિમ  ૨૧     ૧૦૨૨૦

દ.પ.   ૧૨     ૭૨૮૦

ઉત્તર   ૧૫     ૬૯૦૩

મધ્ય   ૨૯     ૧૬૬૫૦

પૂર્વ    ૧૪     ૭૮૮૫

પ્રોજેકટ ૫૮     ૭૬૧૪૦       

        


Google NewsGoogle News