Get The App

24 મામલતદારોની બદલી, બેની બઢતી સાથે બદલી: મહેસૂલ વિભાગે આપ્યો આદેશ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
24 મામલતદારોની બદલી, બેની બઢતી સાથે બદલી: મહેસૂલ વિભાગે આપ્યો આદેશ 1 - image


Transfers and Promotions in the Revenue Department : રાજ્યમાં મહેસૂલ વિભાગ અંતર્ગત બહોળા પ્રમાણમાં બદલી અને બઢતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ક્લાસ 3 સહિતના અધિકારીઓને ફરજ અદા કરવા માટે નવુ સ્થળ મળશે. આ અંગે મહેસૂલ વિભાગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, 24 જેટલાં ક્લાસ 2 મામલતદારોની બદલી કરીને અન્ય સ્થળની જાણકારી આપવામાં આવી છે. આ સાથે 2 મામલતદારોને ક્લાસ 3 માંથી ક્લાસ 2 માં પ્રમોશન આપવામાં આવ્યું છે. 

કયા અધિકારી હવે ક્યાં ફરજ બજાવશે

રાજ્યના મહેસૂલ વિભાગે બઢતી અને બદલીની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે નોટિફિકેશન જાહેર કરીને અધિકારીઓના હોદ્દા, કાર્ય સ્થળ અને બદલી/બઢતી સ્થળ સહિતની જાણકારી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગરના મામલતદારોની બદલી કરવામાં આવી છે. આમ તેમાં અમદાવાદના બે મામલતદારોમાં એ.એમ. પરમારને વડોદરા અને અશોક ગોહિલને જૂનાગઢના વંથલી અને  રાજકોટના મામલતદાર એમ.ડી દવેને જસદણ ખાતે બદલી કરવામાં આવી છે. તેવામાં ગાંધીનગરના દહેગામના મામલતદાર રોનક કપૂરની બઢતી કરીને અમદાવાદ જિલ્લામાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ સાથે અન્ય કેટલાંક અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યાં છે. 

મહેસૂલ વિભાગના બે અધિકારીની બઢતી કરાઈ

સરકારી વિભાગના કર્મચારીઓ બઢતીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હોય છે ત્યારે મહેસૂલ વિભાગ દ્વારા મામલતદાર કક્ષાના કેટલાંક અધિકારીની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાંથી બે મામલતદારોને ક્લાસ 3 માંથી બઢતી આપીને ક્લાસ 2 અધિકારી નીમવામાં આવ્યાં છે. જેમાં રાજકોટના શામાજીભાઈ ગીણોયાને રાજકોટ કલેક્ટર ઓફિસમાં પબ્લિક રિલેશન ઓફિસરના પદ પર અને વડોદરાના પ્રવિણભાઈ વસાવાને દાહોદના સાંજેલીના મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે.


Google NewsGoogle News