Get The App

રાજ્ય પરીક્ષા બોર્ડે TAT(S)ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુ,બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે TAT(S)ની મુખ્ય પરીક્ષા 25 જૂનના રોજ 225 કેન્દ્રો પર લેવામાં આવી હતી

Updated: Aug 2nd, 2023

GS TEAM


Google News
Google News
રાજ્ય પરીક્ષા બોર્ડે TAT(S)ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુ,બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે 1 - image



અમદાવાદઃ રાજ્ય પરીક્ષા બોર્ડે TAT(S)ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુ છે. રાજ્ય પરીક્ષા બોર્ડે દ્વારા ગત 25 જૂનના રોજ TAT(S)ની મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. જેમા રાજ્યભરમાંથી 60 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પહેલા 18મી જૂને પરીક્ષા લેવાનાર હતી જો કે બિપરજોય વાવાઝોડાને પગલે આ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 

1.65 લાખ કરતા પણ વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી

આજે TAT(S)ની મુખ્ય પરીક્ષાનું પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ https://www.sebexam.org/ પર જાહેર કરવામાં આવ્યુ હતું. આ પહેલા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે TAT(S)ની મુખ્ય પરીક્ષા 25 જૂનના રોજ ચાર મહાનગરોના 225 કેન્દ્રો પર લેવામાં આવી હતી જેમા 60 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ અગાઉ 4 જૂને  TAT(S) પ્રીલીમ પરીક્ષા યોજાઈ હતી જેમા 1.65 લાખ કરતા પણ વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે લેવામાં આવતી અભિયોગ્યતા કસોટી સૌપ્રથમવાર દ્વીતસ્તરીય પદ્ધતિથી લેવામાં આવી હતી.

Tags :