Get The App

ગુજરાતમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી, મુખ્યમંત્રીએ ફિલ્મ નિહાળી

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી, મુખ્યમંત્રીએ ફિલ્મ નિહાળી 1 - image


'The Sabarmati Report' made tax-free in Gujarat : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોવા પહોંચ્યા હતા. લોકો સુધી ઘટનાની માહિતી વધુ સ્પષ્ટ રીતે પહોંચે તે માટે રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 

'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટીગોલ્ડ સિનેમાઘરમાં આ ફિલ્મ નિહાળીવા પહોંચ્યા હતા. જો કે, 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

આ પણ વાંચો : રૂ. આઠ કરોડને પાર થઈ 'સાબરમતી રિપોર્ટ'ની કમાણી, સિંઘમ અગેન અને ભૂલ ભૂલૈયા 3 વચ્ચે જોરદાર ટક્કર

ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપુરે શું કહ્યું?

ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપુરે જણાવ્યું કે, બે વર્ષની મહેનત અને રિસર્ચ બાદ આ ફિલ્મ બનાવવામાં આવી છે. મને વિશ્વાસ થઈ રહ્યો નથી કે આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. સત્ય ઘટના પર આધારિત હોવાથી ફિલ્મમાં સત્ય બહાર લાવવાનો પ્રયાસ છે. આ ફિલ્મને પોલિટિકલ મુદ્દો ન બનાવવો જોઈએ.


Google NewsGoogle News