Get The App

અમદાવાદ રિવરફ્રન્ટના ગાર્ડનોમાં ફરવું બન્યું મોંઘું, AMCએ ચાર્જમાં કર્યો ધરખમ વધારો

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
અમદાવાદ રિવરફ્રન્ટના ગાર્ડનોમાં ફરવું બન્યું મોંઘું, AMCએ ચાર્જમાં કર્યો ધરખમ વધારો 1 - image


Ahmedabad Riverfront : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા અટલબ્રિજ, ફલાવરપાર્ક  સહીતના તમામ ગાર્ડનની એન્ટ્રી ફી (Entry Fee Hike)માં વધારો ઝીંકવામાં આવ્યો છે. અટલફુટ ઓવરબ્રિજની મુલાકાત લેવા માટે 12 વર્ષથી વધુની વયનાને અગાઉ રુપિયા 30 એન્ટ્રી ફી આપવી પડતી હતી, જેના હવે સીધી રુપિયા 50 કરવામાં આવ્યા છે.

17 ઓક્ટોબરથી લાગુ પડશે ભાવ વધારો

રિવરફ્રન્ટ ઉપર આવેલા ગાર્ડનમાં 12 વર્ષથી નીચેના માટે પ્રવેશ ફી અગાઉ રુપિયા પાંચ હતી તે હવે રુપિયા દસ કરાઈ છે. 12 વર્ષથી વધુની વ્યકિત માટે એન્ટ્રી ફી રુપિયા દસના બદલે વીસ ચૂકવવી પડશે.બાયોડાયવર્સીટી પાર્કમાં 12 વર્ષથી વધુની વયનાએ મુલાકાત લેવા હવે રુપિયા ત્રીસ સુધીનો વધારોચૂકવવો પડશે. 17 ઓકટોબર-2024થી આ ભાવવધારો સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા અમલી પણ બનાવી દેવાયો છે.

અમદાવાદ રિવરફ્રન્ટના ગાર્ડનોમાં ફરવું બન્યું મોંઘું, AMCએ ચાર્જમાં કર્યો ધરખમ વધારો 2 - image

રિવરફ્રન્ટ ખાતે છ જેટલાં પાર્કસ અને ગાર્ડન

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલફુટ ઓવર બ્રિજ ઉપરાંત અલગ અલગ છ જેટલાં પાર્કસ અને ગાર્ડન આવેલા છે. રિવરફ્રન્ટ વેસ્ટ તરફ ઉસ્માનપુરા પાર્ક, બી.જે.પાર્ક, ફલાવરપાર્ક (Flower Park), બાયોડાયવર્સીટી પાર્ક (Biodiversity Park) તથા રિવરફ્રન્ટ ઈસ્ટ તરફ સુભાષબ્રિજ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક (Children's Park)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : કચ્છના મીઠાના રણમાં પાણી: નવેમ્બર સુધી પાણી સુકાશે તો જ માણવા મળશે સફેદ રણનો નજારો

રિવરફ્રન્ટનો ચાર્જ સંભાળતા ડે. મ્યુનિ. કમિશનરે શું કહ્યું ?

રિવરફ્રન્ટનો ચાર્જ સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ કહ્યું કે, છેલ્લા ઘણાં સમયથી રિવરફ્રન્ટ ખાતે આવેલા પાર્કસ, ગાર્ડન તથા અટલફુટ ઓવરબ્રિજની ટિકીટના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની 21 ઓકટોબરની પ્રોજેકટ કમિટીની તથા 15 ઓકટોબર-2024ના રોજ યોજાયેલી બોર્ડ બેઠકમાં ટિકીટના દરમાં નજીવો વધારો કરાયો છે. ત્રણ વર્ષ સુધીની વયના બાળકો અને દિવ્યાંગ વ્યકિતને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. શૈક્ષણિક પ્રવાસ માટે અગાઉ રુપિયા એકના બદલે રુપિયા પાંચ એન્ટ્રી ફી વસૂલાશે. સિનીયર સિટીઝન પાસેથી અગાઉ પ્રવેશ ફી રુપિયા પાંચ લેવાતી હતી.જે હવે રુપિયા દસ વસૂલવામાં આવશે.

આ પણ વાંચો : પાછોતરા વરસાદથી પારાવાર નુકસાન: 34 ગામના સરપંચોની માગ, 'સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે'


Google NewsGoogle News