સોશિયલ મિડીયામા પોસ્ટ વાઈરલ , ધર્મેન્દ્ર શાહ જોડે રહેનારાનું રાજકારણ પણ પુરુ થઈ જશે

પદથી મળતી પ્રતિષ્ઠાનો સમય પુરતો મર્યાદીત હોય છે,ભાજપના કાર્યકરે પોસ્ટ મુકી

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News

    સોશિયલ મિડીયામા પોસ્ટ વાઈરલ , ધર્મેન્દ્ર શાહ જોડે રહેનારાનું રાજકારણ પણ પુરુ થઈ જશે 1 - image 

  અમદાવાદ, સોમવાર,22 જુલાઈ,2024

અમદાવાદ મ્યુનિ.ના પ્રભારી અને પ્રદેશ સહ કોષાધ્યક્ષ તરીકે હાંકી કઢાયેલા ધર્મેન્દ્ર શાહ વિરુધ્ધ સોશિયલ મિડીયામા પણ પોસ્ટ વાઈરલ થઈ રહી છે.ધર્મેન્દ્ર શાહ જોડે રહેનારાનું રાજકારણ પણ પુરુ થઈ જશે.પદથી મળતી પ્રતિષ્ઠાનો સમય પુરતો મર્યાદીત હોય છે.આ પ્રકારના લખાણ સાથે ભાજપના કાર્યકરે મુકેલી પોસ્ટ મ્યુનિ.ભાજપમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

ભાજપના કાર્યકર અશ્વિન બ્રહ્મભટ્ટ દ્વારા સોશિયલ મિડીયામા મુકવામા આવેલી પોસ્ટમાં તેમણે આવા જોડે રહેનારાનુ પણ રાજકારણ પુરુ થઈ જશે.પાર્ટીને પણ બધી ખબર છે.એમનો નંબર પણ આવશે.સમય સમય બલવાન છે.બહુ ધમંડ હતો.કોઈ બચાવવા નહીં આવે,કોઈની લાગવગ પણ નહીં ચાલે.બહુ ભાઈ ભાઈ કરતા હતા અને આગળ પાછળ ફરતા હતા.જોજો આવી જ હાલત થવાની છે.ચિંતા ના કરો.પદથી મળતી પ્રતિષ્ઠાનો સમય પુરતો મર્યાદીત હોય છે.પરંતુ વ્યકિતત્વથી પ્રાપ્ત થતી પ્રતિષ્ઠા આજીવન હોય છે.સમજાય એને વંદન.


Google NewsGoogle News