Get The App

ટ્રીટેડ પાણીથી તળાવ ભરવાની યોજના ખોરંભે, અમદાવાદના ૧૦૮ પૈકી ત્રણ તળાવ શુધ્ધ પાણીથી ભરાયા

વિવિધ તળાવમાં એસ.ટી.પ્લાન્ટ બનાવવા બજેટમા પાંચ કરોડની જોગવાઈ કરાઈ હતી

Updated: Nov 20th, 2022


Google News
Google News

     ટ્રીટેડ પાણીથી તળાવ ભરવાની યોજના ખોરંભે, અમદાવાદના ૧૦૮ પૈકી ત્રણ તળાવ શુધ્ધ પાણીથી ભરાયા 1 - image

  અમદાવાદ,રવિવાર,20 નવેમ્બર, 2022

અમદાવાદના સાત ઝોનમાં નાના-મોટા મળી કુલ ૧૫૬ તળાવ આવેલા છે.આ પૈકી મ્યુનિ.તંત્ર હસ્તકના ૧૦૮ તળાવને ટ્રીટેડ પાણીથી ભરવા મીની એસ.ટી.પી.બનાવવા અંદાજપત્રમા પાંચ કરોડની રકમ ફાળવવામા આવી હતી.હાલમા માત્ર ત્રણ તળાવમાં જ એસ.ટી.પી.પ્લાન્ટ કાર્યરત છે.આ યોજના તંત્રના અધિકારીઓ અને સત્તાધીશોએ ખોરંભે પાડી દીધી છે.

અમદાવાદમાં ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા છેલ્લા ચાર વર્ષથી મ્યુનિ.સત્તાધીશો તરફથી જાહેરાત થતી રહે છે.વર્ષ-૨૦૧૮મા શહેરના મ્યુનિ.હસ્તકના વિવિધ તળાવ પૈકી ૧૬ તળાવ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી ટ્રીટ કરેલા પાણીથી ભરવા જાહેરાત કરાઈ હતી.વસ્ત્રાપુર લેક ખાતે પાઈલોટ પ્રોજેકટ કરવાનો નિર્ણય લેવાયો હતો.વર્ષ-૨૦૨૦-૨૦૨૧ના મ્યુનિ.ના અંદાજપત્રમા  જળ સંગ્રહ સંરંક્ષણ સંવર્ધનનુ તળાવ વિકાસ મોડેલ એવુ સૂત્ર આપવામા આવ્યુ હતું.વર્ષ-૨૦૨૨-૨૦૨૩ના મ્યુનિ.અંદાજપત્રમા શહેરના નાના-મોટા તળાવ ટ્રીટેડ વોટરથી ભરવા પાંચ કરોડની રકમની જોગવાઈ કરવામા આવી હોવા છતાં હાલમા વસ્ત્રાપુર લેક ઉપરાંત લાંભા અને વસ્ત્રાલ ખાતે આવેલા તળાવમા પાણીને શુધ્ધ કરવા મીની એસ.ટી.પી.પ્લાન્ટ શરુ કરી શકાયા છે.ચોમાસાની મોસમમા પણ વરસાદી પાણીથી તળાવ ભરવાની જાહેરાત કરાય છે છતા વરસાદી પાણીથી ભરવામા આવતા નથી.વિપક્ષ કોંગ્રેસ તરફથી નકકર આયોજન વાળા કામ મંજુર કરવા માંગ કરાઈ છે.

Tags :
VastrapurlakeAhmedabad

Google News
Google News