વિપક્ષે સુધારા બજેટ રજૂ કર્યુ, પ્રોપર્ટીટેકસમાં શહેરીજનોને ૩૦ ટકા રિબેટ આપવા સુચન
હાટકેશ્વરબ્રિજને તોડીને નવો બનાવવા,ફલાવર શો એક વર્ષ સુધી ફ્રી કરવા જેવા મુદ્દા સમાવાયા
અમદાવાદ,બુધવાર,19 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે વર્ષ-૨૦૨૫-૨૬નું
વિપક્ષે રુપિયા ૮૧૦ કરોડના સુધારા સાથે બજેટ રજૂ કર્યુ છે. જેમાં પ્રોપર્ટીટેકસમાં
શહેરીજનોને ૩૦ ટકા સુધીનુ રિબેટ આપવા,હાટકેશ્વરબ્રિજને
તોડીને નવો બનાવવા જેવા સુચન કરાયા છે.ફલાવર શોને એક વર્ષ સુધી શહેરીજનો માટે ફ્રી
કરવાનો મુદ્દો સમાવાયો છે.
મ્યુનિ.ની પ્રણાલી મુજબ, બજેટ સત્રમાં વિપક્ષ તરફથી સુધારા સાથેનુ બજેટ રજૂ કરવામા
આવતુ હોય છે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે રુપિયા ૮૧૦ કરોડના સુધારા સાથે રુપિયા
૧૬૩૧૨ કરોડનુ અંદાજપત્ર રજૂ કર્યુ છે જેના ઉપર બજેટ બેઠકમાં નિર્ણય
કરાશે.મ્યુનિ.ના વિવિધ વિભાગમાં ચાલતી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરી કર્મચારીઓને
કાયમી નિમણૂંક આપવા, રુપિયા
વીસ કરોડના ખર્ચથી સાત ઝોનમાં અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા, રિવરફ્રન્ટ ઉપર
નવી મલ્ટી સ્ટોરિડ હાઈટેક લાયબ્રેરી રુપિયા
૨૫ કરોડના ખર્ચથી બનાવવા સુચન કરાયુ છે.પૂર્વ ઝોનમાં રુપિયા વીસ કરોડના ખર્ચથી અદ્યતન મલ્ટિ
સ્પેશિયલ હોસ્પિટલ બનાવવા,
શહેરમાં રુપિયા ૧૦૦ કરોડના ખર્ચથી
સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવા જેવા મુદ્દાનો સમાવેશ કરાયો છે.