દર્દીઓ રામભરોસે મુકાયાનોવિપક્ષનો આક્ષેપ, અમદાવાદ મ્યુનિ.ની તમામ હોસ્પિટલ ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટના હવાલે કરાઈ

કાયમી સુપ્રીટેન્ડન્ટની નિમણૂંકના અભાવે હોસ્પિટલની સેવાનુ સ્તર કથળ્યું

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News

       દર્દીઓ રામભરોસે મુકાયાનોવિપક્ષનો આક્ષેપ, અમદાવાદ મ્યુનિ.ની તમામ હોસ્પિટલ ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટના હવાલે કરાઈ 1 - image

 અમદાવાદ,મંગળવાર,3 ઓકટોબર,2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.,શારદાબેન ઉપરાંત વી.એસ.તથા એસ.વી.પી.હોસ્પિટલ ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટના હવાલે કરાઈ હોવાથી દર્દીઓ રામભરોસે મુકાયાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.મ્યુનિ.ની હોસ્પિટલોમાં કાયમી સુપ્રીટેન્ડન્ટની નિમણૂંક કરવામાં આવતી નહીં હોવાથી હોસ્પિટલની સેવાનુ સ્તર કથળ્યુ છે.

થોડા સમય અગાઉ શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીની થાળીમાં પીરસવામાં આવેલા ભોજનમાં ગરોળી નીકળવાની ઘટના બની હતી.બે દિવસ પહેલા પીડીયાટ્રીક વોર્ડમાં સારવાર લઈ રહેલા ૧૧ માસના બાળકને ત્યાં ફરજ ઉપર હાજર નર્સ દ્વારા દવા પીવડાવતા પરસેવો થવા તથા મોમાંથી ફી નીકળતા બાળકની માતાએ તે દવાની બોટલ ડોકટરને બતાવતા તેમાં દવા નહીં પરંતુ અન્ય પ્રવાહી હોવાનુ બહાર આવ્યુ હતુ.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કરેલા આક્ષેપ મુજબ,એલ.જી.હોસ્પિટલમાં ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડોકટર લીનાબેન ડાભી, શારદાબેન હોસ્પિટલમાં ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડોકટર હેતલબેન વોરા ફરજ બજાવે છે.ઉપરાંત નગરી હોસ્પિટલમાં ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડોકટર તેજસબેન દેસાઈ, વી.એસ.હોસ્પિટલ ખાતે ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડોકટર મનીષ પટેલ તેમજ એસ.વી.પી.હોસ્પિટલમાં ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડોકટર સંજય ત્રિપાઠી ફરજ બજાવે છે.આ કારણથી મ્યુનિ.ની તમામ હોસ્પિટલમાં સેવાનુ સ્તર કથળ્યુ છે.વિપક્ષ આ હોસ્પિટલોમાં કાયમી સુપ્રીટેન્ડન્ટની નિમણૂંક કરવા માંગ કરે છે.


Google NewsGoogle News