અમદાવાદમાં રોડ ઉપર નડતરરુપ એવા 1386 ધાર્મિક દબાણ દૂર કરવા મ્યુનિ.તંત્રે નોટિસ આપી
Image : Internet File photo |
Ahmedabad: અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારના જાહેર રસ્તા ઉપર આવેલા નડતરરુપ 1386 ધાર્મિક પ્રકારના દબાણને 7 દિવસમાં દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. 6 જુલાઈ સુધીમાં 149 ધાર્મિક સ્થાનના દબાણ સુપ્રિમકોટમાં દાવા પ્રકરણ - 2006 અન્વયે આપવામા આવેલા આદેશ તથા ગુજરાત સરકારના ગૃહવિભાગના એપ્રિલ-૨૦૨૪માં કરવામાં આવેલા ઠરાવ મુજબ દૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવેલા રોડ ઉપર નડતતરુપ એવા ધાર્મિક સ્થાનના દબાણ દૂર કરવા શહેરના તમામ સાત ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા સુપ્રિમ કોર્ટમાં દાવા પ્રકરણ-એસ.એલ.પી.(સિવીલ) નંબર-8519-2006 અન્વયે 29 જુન-2009 તથા 7 ડિસેમ્બર-2009ના હુકમ તેમજ હાઈકોર્ટમાં દાવા પ્રકરણ - એસ.સી.એ.- નંબર-9686-2006ના આદેશ ઉપરાંત રાજયના ગૃહ વિભાગના 19 એપ્રિલ-2024ના ઠરાવ મુજબ સાત દિવસના સમયમાં રોડ ઉપર જાહેર જગ્યામાં કરવામાં આવેલા ધાર્મિક પ્રકારના દબાણ દૂર કરવા નોટિસની બજવણી કરવામાં આવી છે.
શહેરના વટવા ઉપરાંત વિરાટનગર, ઈન્ડિયા કોલોની વોર્ડ તેમજ રામોલ તથા ઈસનપુર વોર્ડના ભાડુઆત નગર વિસ્તારમાં આવેલા મંદિરની સાથે સરદારનગર વોર્ડમાં આવેલા મંદિરને દૂર કરવા એસ્ટેટ વિભાગે નોટિસ આપતા વિવિધ ધાર્મિક સંગઠનોના આગેવાના દ્વારા રોડ ઉપરના નડતરરુપ ધાર્મિક સ્થાનો સામે કાર્યવાહી નહીં કરવા વિવિધ સત્તાધીશો સમક્ષ રજુઆત કરવામા આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ધાર્મિક સ્થાનના દબાણ મામલે તંત્ર તરફથી કરવામાં આવેલી કાર્યવાહી અંગે પ્રોગ્રેસ રીપોર્ટ પણ રજૂ કરવામા આવનાર છે.
પૂર્વ અમદાવાદના વિવિધ ધાર્મિક સ્થાનના દબાણ દૂર કરાયા
ગુરુવારે (19 જુલાઈ) શહેરના વટવા વોર્ડ ઉપરાંત અન્ય વોર્ડ વિસ્તારમાં રોડ ઉપરના ધાર્મિક સ્થાન મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી તોડી પાડવામા આવ્યા હતા. જો કે કેટલા ધાર્મિક સ્થાનના બાંધકામ તોડી પડાયા એ અંગે એસ્ટેટ વિભાગના અધિકારીઓએ માહિતી આપવાનુ ટાળી દીધુ હતુ.
કયા-કયા ધાર્મિક સ્થાનોને દૂર કરવા નોટિસ અપાઈ
આ ઉપરાંત અન્ય કેટલા ધાર્મિક સ્થાનોને દૂર કરવા માટે નોટિસ અપાઈ છે. જેમાં વિરાટનગર રોડ પર આવેલું ભાથીજી મહારાજ મંદિર, ઈન્ડિયા કોલોની પાસે આવેલું શનિદેવ તથા પાતળીયા હનુમાનજી મંદિર, બોમ્બે કંડકટર રોડનું હનુમાનજી મંદિર, રામોલનું ખોડીયાર મંદિર તેમજ સરદારનગરમાં આવલા સાંઈબાબા મંદિરનો સમાવેશ થાય છે.
ઝોન મુજબ કયાં-કેટલાં ધાર્મિક સ્થાનના દબાણ?
ઝોન |
ધાર્મિક સ્થાન |
દૂર કરાયા |
ઉત્તર |
212 |
20 |
પૂર્વ |
147 |
31 |
દક્ષિણ |
203 |
35 |
મધ્ય |
489 |
25 |
પશ્ચિમ |
235 |
23 |
ઉ.પ. |
57 |
9 |
દ.પ. |
28 |
6 |
હાઈવે |
15 |
0 |