મ્યુ.કમિશનર સાથેની બેઠકમાં અધિકારીનો બળાપો , અમારે ત્યાં ઉંદરોનો ત્રાસ વધવાથી ફૂટપાથ બેસી જાય છે
દસ દિવસમાં રોડના બાકીના કામ પુરા કરવા અધિકારીઓને તાકીદ કરાઈ
અમદાવાદ,બુધવાર,20 માર્ચ,2024
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠકમાં એક અધિકારીએ
ફૂટપાથ બેસી જવાને લઈ બળાપો વ્યકત કર્યો હતો.રોડ અને ફૂટપાથની કામગીરીને લઈ કમિશનર
દ્વારા કરવામાં આવેલી ટકોર દરમિયાન આ અધિકારીએ કહયુ, સર અમારે ત્યાં ઉંદરોનો ત્રાસ વધવાથી ફૂટપાથ બેસી જાય
છે.આગામી દસ દિવસમાં શહેરમાં રોડના બાકીના કામ પુરા કરવા અધિકારીઓને કમિશનરે તાકીદ
કરી હતી.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મ્યુનિ.ના
વિવિધ વિભાગના અધિકારીઓની મળેલી બેઠકમાં શહેરમાં ચાલી રહેલી રોડની કામગીરી અંગે
સમીક્ષા કરાઈ હતી. મ્યુનિ.કમિશનરે શહેરમાં ડસ્ટફ્રી રોડ બનાવવા ઉપર ભાર મુકવા
સુચના આપી હતી.પશ્ચિમમાં એક રોડ બની ગયા બાદ બનેાવવામા આવેલા રોડ ઉપર નિયમ મુજબના
સાઈનબોર્ડ અને થર્મોપ્લાસ્ટની કામગીરી કરવામા આવી નહી હોવાની બાબત કમિશનરના
ધ્યાનમા આવતા તેમણે રોડ બને એ સમયે જ તમામ બાબત તપાસી લેવા કહયુ હતુ.ફૂટપાથ અને
પેવરબ્લોકની કામગીરી અંગેની ચર્ચા દરમિયાન પશ્ચિમમાં ઈજનેર વિભાગમાં ફરજ બજાવતા
અધિકારીએ પશ્ચિમમા ઉંદરોનો ત્રાસ વધી ગયો હોવાથી ફૂટપાથ બેસી જતી હોવાની દલીલ કરતા
કમિશનરે કહયુ, ફૂટપાથના
લેવલ ચેક કરો અને ફૂટપાથ બેસી જવાની સમસ્યાનુ નિરાકરણ લાવો.