Get The App

રખડતા ઢોર મામલે ગુજરાત કેબિનેટમાં થઈ ચર્ચા, મુખ્યમંત્રીએ લીધો આ મોટો નિર્ણય

રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને તેમજ છ ઝોનમાં 88 મળી કુલ 105 કેટલ પોન્ડ કાર્યરત કરાયા

આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલાશે

Updated: Jan 11th, 2023


Google NewsGoogle News
રખડતા ઢોર મામલે ગુજરાત કેબિનેટમાં થઈ ચર્ચા, મુખ્યમંત્રીએ લીધો આ મોટો નિર્ણય 1 - image
image- twitter



ગાંધીનગર, 11 જાન્યુઆરી 2023 બુધવાર

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.  રખડતાં ઢોરનો મુદ્દો હાલમાં વધુ ચર્ચામાં છે. ત્યારે રાજ્ય સરકારે નાગરીકોને રખડતા ઢોરમાંથી મુક્તિ અપાવવા એક નિર્ણય લીધો છે. રાજ્યમાંથી 50 હજારથી વધુ આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. 

50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરાશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે.રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરાશે. ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ  કાર્યરત કરવામાં આવ્યા છે. 

આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે
તેમણે વધુમાં કહ્યું કે, આ ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે.સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે. 



Google NewsGoogle News