મ્યુનિ.તંત્રને ફલાવરશો ફળ્યો , અમદાવાદ ફલાવરશોની ૨૧ દિવસમાં ૮ કરોડની વિક્રમી આવક
૧૫ લાખથી વધુ મુલાકાતીઓએ ફલાવરશોની મુલાકાત લીધી
અમદાવાદ,શનિવાર,20 જાન્યુ,2024
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૩૦ ડિસેમ્બર-૨૩થી શરુ
કરવામાં આવેલો ફલાવરશો મ્યુનિ.તંત્રને ફળ્યો છે.૨૧ દિવસમાં ૧૫ લાખથી વધુ
મુલાકાતીઓએ ફલાવરશોની મુલાકાત લીધી હતી.દરમિયાન રુપિયા ૮ કરોડની વિક્રમી આવક
તંત્રને થઈ છે.રુપિયા ૬.૫૦ કરોડની આવક ટિકીટ પેટે તથા રુપિયા ૧.૫૦ કરોડની આવક
વિવિધ સ્ટોલ,ફુડ
કોર્ટ પેટે થવા પામી હતી.
અમદાવાદના આ વર્ષે યોજવામાં આવેલા ફલાવરશોમાં રાખવામાં
આવેલા ૨૨૧ મીટર લંબાઈ ધરાવતા ફલાવર સ્ટ્રકચરને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં
સ્થાન આપવામાં આવ્યુ હતુ.ઉપરાંત ૧૦ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ
ફલાવરશોની મુલાકાત લેવામાં આવી હતી.મ્યુનિ.ના ડીરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન જિગ્નેશ પટેલે કહયુ,વર્ષ-૨૦૨૩માં
યોજવામાં આવેલા ફલાવરશોમાં ૮ લાખ મુલાકાતીઓએ ફલાવરશોની મુલાકાત લીધી હતી.જે પેટે
રુપિયા ૩.૯૦ કરોડથી વધુની આવક થઈ હતી.આ વર્ષે ફલાવરશોમાં વિક્રમી આવક થઈ છે.
ફલાવરશોની આવક-મુલાકાતી
વર્ષ મુલાકાતી(લાખમાં) આવક(લાખમાં)
૨૦૧૬ ૮ ૩૫.૨૫
૨૦૧૭ ૯ ૭૫.૦૦
૨૦૧૮ ૮ ૨૦.૮૦
૨૦૧૯ ૮ ૮૧.૭૪
૨૦૨૦ ૮ ૨૮૦.૦૦
૨૦૨૩ ૧૦ ૩૯૦.૦૦
૨૦૨૪ ૧૫ ૮૦૦.૦૦