મ્યુનિ.કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા , દક્ષિણઝોનમાં હવે રોડ ઉપર ઊંટ અને ઘોડા રખડતા જોવા મળે છે
એક તબકકે હું જુઠ્ઠુ બોલુ છુ?એવા શબ્દો મ્યુનિસિપલ કમિશનરને કહેવા પડયા
અમદાવાદ,બુધવાર, 13 માર્ચ, 2024
મ્યુનિ.ના તમામ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં મ્યુનિસિપલ
કમિશનરે મોટાભાગના અધિકારીઓની નબળી કામગીરીને લઈ ખખડાવી નાંખ્યા હતા.એક તબકકે હું
શું જુઠ્ઠુ બોલુ છુ. એવા શબ્દો મ્યુનિસિપલ કમિશનરે કહેવા પડયા હતા.દક્ષિણઝોનમાં
હવે રોડ ઉપર ઊંટ અને ઘોડા રખડતા જોવા મળે છે.
મ્યુનિ.ના એસ્ટેટ ઉપરાંત હેલ્થ, ઈજનેર સહિતના
વિભાગની નબળી કામગીરીને લઈ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન બેઠકમાં આક્રમક મૂડમાં
જોવા મળ્યા હતા.અન્ય વિભાગના અધિકારીઓ સાથે સી.એન.સી.ડી.વિભાગના અધિકારીને આડેહાથ
લેતા કમિશનરે કહયુ,દક્ષિણઝોનમાં
હવે ઉંટ અને ઘોેડા પણ રોડ ઉપર રખડતા જોવા મળે છે.ગાય સિવાયના પશુઓ રોડ ઉપર બાંધેલા
જોવા મળે છે.પશ્ચિમ વિસ્તારમાં હજુ પણ રોડ ઉપર રખડતા ઢોર જોવા મળે છે.એસ્ટેટ
વિભાગના અધિકારીઓને કહયુ,રોડ
ઉપરના દબાણ દુર થતા જ નથી.સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓને કહયુ,પાન-મસાલા ખાઈ
થૂંકનારને તમે દંડ કરો છો પરંતુ તમારા વિભાગમાં કેટલા લોકો પાન-મસાલા ખાઈ કયાં
થૂંકે છે એ પણ જુઓ અને પેનલ્ટી કરો.