મ્યુનિ.બોર્ડ બેઠકમાં , અમદાવાદના ધાર્મિકસ્થાનો તોડવા નોટિસને લઈ વિપક્ષ દ્વારા હોબાળો
દસ મિનીટમાં અધ્યક્ષસ્થાને બેઠેલા મેયરે બેઠકને મુલ્તવી રાખવાની જાહેરાત કરી
અમદાવાદ,સોમવાર,22 જુલાઈ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠક શહેરમા આવેલા
ધાર્મિક સ્થાનને દુર કરવા અપાયેલી નોટિસ મામલે વિપક્ષે ગૃહમાં સૂત્રોચ્ચાર સાથે હોબાળો
કર્યો હતો.દસ મિનીટમા અધ્યક્ષસ્થાને બેઠેલા મેયરે બેઠકને મુલ્તવી રાખવાની જાહેરાત
કરી હતી.
બેઠકમાં ઝીરો અવર્સમાં વિપક્ષ તરફથી દંડક જગદીશ રાઠોડે
ખારીકટ કેનાલ રિડેવલપમેન્ટ પ્રોજેકટની કામગીરી ઉપરાંત રોડ પ્રોજેકટની કામગીરીમા
બેદરકારી સહિતના મુદ્દે રજુઆત કરી હતી. વરસાદી પાણી ભરાવાના મુદ્દે રજુઆત કરાતા
પાણી સમિતિના ચેરમેન દીલીપ બગરીયાએ કહયુ,
પાણી તો બધે ભરાય છે.દૂબાઈ એરપોર્ટમા પણ પાણી ભરાયા હતા.પાણી તો ભરાશે.પરંતુ
કેટલા ઓછા સમયમાં વરસાદી પાણીનો નિકાલ થાય છે એ મહત્વનુ છે.સુપ્રિમ કોર્ટ અને
હાઈકોર્ટના આદેશ અનુસાર શહેરમાં ૧૩૬૮ ધાર્મિક સ્થાનને દુર કરવા નોટિસ અપાયાના
મુદ્દે વિપક્ષ તરફથી રજુઆત થતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, કોંગ્રેસે રામ
મંદિર વખતે ઠરાવમાં સંમતિ નહોતી આપી અને હવે સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરે છે.