મ્યુનિ.બોર્ડ બેઠકમાં ટેકસ ઝૂંબેશ,મ્યુનિ.ના હિસાબ સહિતના મુદ્દે વિપક્ષના પ્રહાર
સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડનારા પૈકી એકપણ એકમ સામે fir કેમ નથી કરાઈ
અમદાવાદ,બુધવાર,24 જાન્યુ,2024
અમદાવાદ મ્યુનિ.ની મળેલી બોર્ડ બેઠકમાં મ્યુનિ.તંત્રે શરુ
કરેલી બાકી મિલકતવેરો વસૂલવા માટેની ઝૂંબેશ ઉપરાંત મ્યુનિ.ના રુપિયા ૧૩૯ કરોડના
ખર્ચનો હિસાબ નહીં મળવા સહિતના મુદ્દે વિપક્ષ તરફથી તંત્ર અને શાસકપક્ષ ઉપર આકરા
પ્રહાર કરાયા હતા.સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડી નદીને પ્રદૂષિત કરનારા એકમો
પૈકી એકપણ એકમ સામે હજુ સુધી કેમ પોલીસ ફરિયાદ કરાઈ નથી એવો પણ વિપક્ષ તરફથી
આક્ષેપ કરાયો હતો.
બેઠકના આરંભે અધ્યક્ષસ્થાનેથી મેયર પ્રતિભા જૈને અયોધ્યામાં
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને અમદાવાદ મ્યુનિ.ના ફલાવરશોમાં રજૂ કરાયેલા
સ્ટ્રકચરને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળતા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરી
પસાર કરાવ્યા હતા.ઝીરો અવર્સની રજૂઆતમાં વિપક્ષનેતાએ મ્યુનિ.તંત્ર દ્વારા
પ્રોપર્ટી ટેકસ વસૂલવા શરુ કરવામા આવેલી ઝૂંબેશમાં રુપિયા એક લાખથી નીચેની રકમનો
ટેકસ બાકી હોય તો પણ મિલકત સીલ કરાતી હોવાની રજૂઆત કરી હતી.બંધ પડેલી મિલ ઉપરાંત
અદાણી ગેસ,બી.એસ.એન.એલ.જેવી
કંપનીઓ પાસેથી કરોડો રુપિયાનો બાકી ટેકસ વસૂલવા કોઈ કાર્યવાહી કરાતી નહીં હોવાનો
આક્ષેપ કર્યો હતો.બી.યુ.પરમીશન આપવામા આવ્યા બાદ પણ મિલકતોની આકારણી કરવામા આવતી
નહીં હોવાનો તથા આવા કરદાતાઓને મ્યુનિ.તંત્ર
આક્ષેપ વિપક્ષનેતાએ કર્યો હતો.બજેટના બાકી કામને લઈ વિરોધ પ્રદર્શન કરવાના
મામલે વિપક્ષનેતા સહિત કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો સામે કરવામા આવેલી પોલીસ ફરિયાદ
સંદર્ભમાં વિપક્ષનેતાએ કહયુ,સાબરમતી
નદીમાં વગર લાયસન્સે બોટિંગ ચલાવવા બદલ કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ.વિપક્ષ
સામે એક નહીં દસ પોલીસ ફરિયાદ કરશો તો પણ લોકોના પ્રશ્નો મામલે વિપક્ષ લડત ચાલુ
રાખશે.બાદમાં રેવન્યુ કમિટિના ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલાએ કહયુ,બંધ અને ફડચામાં
ગયેલી મિલોની મિલકત કલેકટરના બોજા હેઠળ મુકાઈ છે.બી.યુ.પરમીશન અપાયા બાદ નવી ૩૩
હજાર મિલકતની આકારણી કરવામા આવી છે.