ફટાકડાં ફોડવાનો આનંદ કોઈક માટે સજા બન્યો, નગરી હોસ્પિટલમાં ફટાકડાંના કારણે નવ વર્ષના બાળકની આંખ કાઢવી પડી
સાણંદના નવ વર્ષના બાળકે સામેવાળાએ ફટાકડો નાંખતા આંખ ગુમાવી પડી
અમદાવાદ,મંગળવાર, 5 નવેમ્બર,2024
દિવાળીના પર્વ દરમિયાન ફટાકડાં ફોડવાનો આનંદ લોકો ઉઠાવતા
હોય છે.પરંતુ ફટાકડાં ફોડવાનો આ આનંદ કોઈક માટે સજા બનતો હોય છે. અમદાવાદ મ્યુનિ.
સંચાલિત આંખ માટેની નગરી હોસ્પિટલમાં સાણંદના નવ વર્ષના બાળકને સામેવાળાએ ફટાકડો
નાંખતા નગરી હોસ્પિટલ ખાતે લવાયો હતો જયાં તેની આંખ કાઢવી પડી હતી.દિવાળી પર્વમાં
નગરી હોસ્પિટલની ઓ.પી.ડી.માં ફટાકડાંના કારણે ઈજા થવાના ૬૦ કેસ નોંધાયા હતા.આ પૈકી
આંખના ઓપરેશન કરવામાં આવેલા અન્ય ત્રણ લોકોની સ્થિતિ પાટો ખોલાયા પછી જ જાણી
શકાશે.
દિવાળીના તહેવારમાં લોકો ફટાકડાં તો ફોડતા હોય છે.પરંતુ
ફટાકડાં ફોડવાના કારણે આંખોને નુકસાન થતુ હોય છે. દિવાળી પર્વને ધ્યાનમાં લઈ નગરી
હોસ્પિટલ ખાતે ફટાકડાંના કારણે થતીઆંખની ઈજાને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી કેસો માટે
ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.સાણંદ ખાતે રહેતા નવ વર્ષના બાળકને સામેવાળાએ ફટાકડો
નાંખતા આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત રમેશભાઈ શ્રીમાળી નામના વ્યકિત વાહન
ઉપર જતા હતા તે સમયે અચાનક જ રોકેટ આવતા તેઓને આંખના ભાગમાં નુકસાન થવા પામ્યુ
હતુ.દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને નગરી હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કેસોમાં સારવાર
આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ઓ.પી.ડી.માં કુલ૬૦ કેસ નોંધાયા હતા.દસ લોકોનાં
આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા.