Get The App

ગુજરાતમાં મેડિકલ સર્ટિફિકેટ બતાવી દારૂની પરમિટ લેનારા વધ્યા, સરકારને રૂ. 38 કરોડથી વધુની આવક

છેલ્લાં ત્રણ વર્ષમાં દારૂની પરમિટ માટે14,696 નવી અરજીઓ આવી

ત્રણ વર્ષમાં દારૂની નવી પરમિટથી રૂ.8.75 કરોડની આવક થઇ

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં મેડિકલ સર્ટિફિકેટ બતાવી દારૂની પરમિટ લેનારા વધ્યા, સરકારને રૂ. 38 કરોડથી વધુની આવક 1 - image

image : Freepik

- મેડિકલ સર્ટિફિકેટ આધારે દારૂની પરમિટ વધી

અમદાવાદ, તા.27 ફેબ્રુઆરી 2024,મંગળવાર

ગુજરાતમાં દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં મેડિકલ સર્ટિફિકેટ આધારે દારૂની પરમિટ લેનારાની સંખ્યા વધી છે. દારૂની પરમિટ પણ સરકાર માટે કમાણીનું માધ્યમ બની છે. દારૂની પરમિટની ફીથી સરકારને રૂ. 38.56 કરોડની આવક થઇ છે. 

ત્રણ વર્ષમાં પરમિટની માટે 14,696 અરજી આવી

ગુજરાતમાં મેડિકલ ગ્રાઉન્ડ આધારે દારૂની પરમિટ આપવામાં આવે છે તે જોતાં દારૂની પરમિટ મેળવવા માટે અરજીઓની સંખ્યા વધી છે. વિધાનસભા ગૃહમાં સરકારે એવી વિગતો આપી છે કે, ગુજરાતમાં હાલ 39,888 લોકો દારૂની પરમિટ ધરાવે છે. આ ઉપરાંત છેલ્લાં ત્રણ વર્ષમાં દારૂની પરમિટ માટે14,696 નવી અરજીઓ આવી છે. 30,112 પરમિટને રિન્યૂ કરવામાં આવી છે. દારૂની પરમિટની ફી ઉપરાંત રિન્યૂ ફીથી સરકારને આવક થઇ છે. છેલ્લા ત્રણ વર્ષમાં દારૂની નવી પરમિટથી રૂ. 8.75 કરોડની આવક થઇ છે, જ્યારે દારુની પરમિટ રિન્યૂ કરવાની પ્રક્રિયામાં સરકારને રૂ. 29.80 કરોડની આવક થઇ છે. આમ, કુલ મળીને દારૂની પરમિટને લીધે રૂ. 38.56 કરોડની આવક થઇ છે.

દારૂની પરમિટ મેળવનારાંઓ વધ્યા

મેડિકલ સર્ટિફિકેટ આધારે દારૂની પરમિટ લેનારાની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. વર્ષ 2020માં દારૂની પરમિટ લેનારાની સંખ્યા 27,452 હતી તે વર્ષ 2023માં વધીને 39,888 થઇ છે. રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ દારુના પરમિટ ધારકો છે. અહીં 13,456 લોકોએ દારૂની પરમિટ મેળવી છે, જ્યારે સુરતમાં 9238, રાજકોટમાં 4502, વડોદરામાં 2743, જામનગરમાં 2039, ગાંધીનગરમાં 1851 અને પોરબંદરમાં 1700 લોકોની પરમિટ અપાઈ છે. આમ, ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે દારૂની પરમિટ મેળવનારાની સંખ્યા વધી રહી છે. 


Google NewsGoogle News