ગુજરાતના એક નાનકડાં ગામમાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે જ નહીં, આખું વર્ષ થાય છે ધ્વજવંદન
Jamnagar News: દેશમાં પ્રજાસત્તાક પર્વની ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણે ગુજરાતના એક નાનકડાં ગામની વાત કરીએ કે જ્યાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે જ નહીં, પરંતુ આખું વર્ષ ધ્વજવંદન કરવામાં આવે છે. જેમાં ગ્રામજનો અને શાળામાં જતાં વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવે છે.
આ ગામમાં રોજ ફરકાવાય છે રાષ્ટ્રધ્વજ
ગુજરાતના જામનગર જિલ્લામાં 6000ની વસ્તી ધરાવતા ફલ્લા ગામ ખાતે રાષ્ટ્રીય દિવસ સહિત આખું વર્ષ રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવતો હોવાનું ગ્રામજનો અને શાળાના આચાર્યએ જણાવ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, 'ગ્રામ પંચાયતના મેદાન ખાતે રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવે છે. ગામમાં એક પરંપરાની માફક છેલ્લા ચાર વર્ષથી રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવે છે. જેમાં ગામની શાળા બાળકો, ગ્રામજનો સહિતના લોકો જોડાય છે.'
આ પણ વાંચો: VIDEO: જામનગરના આકાશમાં લહેરાયો એરફોર્સની સૂર્યકિરણ ટીમનો તિરંગો, જોઈને કહેશો અદ્ભુત
શાળાના આચાર્યએ જણાવ્યુ હતું કે, 'શાળાની વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વિકશે તે માટે અમે રોજ ધ્વજવંદન કરાવીને શિક્ષણકાર્ય શરૂ કરીએ છીએ.'