અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર ડ્રગ્સ વોચ રાખવા સૌ પ્રથમ ડ્રોન સ્કવોર્ડ બોડકદેવથી ઓપરેટ થશે
અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 48 પોલીસ સ્ટેશન હતા જેમાં હવે બોડકદેવ પોલીસ સ્ટેશન 49મુ બન્યું છે
અમદાવાદ, 31 જાન્યુઆરી 2023 મંગળવાર
અમદાવાદ શહેરમાં નવી ડ્રોન સ્કોડ તૈયાર કરવામાં આવી છે જે આખા સિંધુભવન વિસ્તારમાં ડ્રોન સર્વેન્સ કરશે અને તેના ફૂટેજ પોલીસ સ્ટેશન પર પહોંચાડશે.અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 48 પોલીસ સ્ટેશન હતા જેમાં હવે બોડકદેવ પોલીસ સ્ટેશન 49મુ બન્યું છે. આ પોલીસ સ્ટેશનનું લોકેશન મુખ્ય માર્ગ પર બાગબાન પાર્ટી પ્લોટ પાસે બનાવવામાં આવ્યું છે.
બોડકદેવમાં પ્રથમ વખત ડ્રોન સ્ક્વોર્ડ બનાવાઈ
બોડકદેવ પોલીસ સ્ટેશનના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવન છે જે ખૂબ જ સારું અંગ્રેજી બોલી શકે છે અને પોતે અલગ અલગ જગ્યાએ કામ કર્યું હોવાથી તેમને પબ્લિક ડીલિંગની આદત છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આખા રાજ્યમાં સૌપ્રથમ વખત ડ્રોન્સ કોડ બનાવવામાં આવ્યું છે. જે આખા સિંધુભવન પણ ડ્રોન ઉડાડીને શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખશે અને તમામ ફૂટેજ ડ્રોનકોર્ડના સેન્ટર પર પહોંચાડશે તેના આધારે પોલીસ તેના પર કાર્યવાહી કરી શકશે અથવા જરૂર હોય તો વધારાની ફોર્સ મોકલી શકશે.
કીટના આધારે ડ્રગ્સ ચકાસણી કરી શકાશે
અહીંયા કીટના આધારે ડ્રગ્સ ચકાસણી કરી શકાશે જેમાં કોઈએ ડ્રગ્સ લીધું હશે તો 48 કલાકમાં તેની ચોકસાઈ કરી એની સામે કાર્યવાહી કરાવી શકશે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પહેલા ફૂટ પ્લેસ અને ત્યારબાદ નાના નાના બે ગાર્ડન છે. પોલીસ સ્ટેશનમાં આરો પ્લાન્ટથી લઈને પાર્કિંગ વ્યવસ્થા સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પોલીસ સ્ટેશન બનાવવામાં ઘણા દાતાઓએ મદદ કરી હોવાનું પણ પોલીસ કમિશનરે જણાવ્યું છે.