Get The App

એસ્ટેટના અધિકારીઓને ખખડાવ્યા , બાંધકામ સાઈટ માટેની SOP નું પાલન થતુ નથી,મ્યુનિસિપલ કમિશનર

નિયમો અમલ કરવા માટે હોય છે,મારે કડક સજા કરવી પડે એ પહેલાં કામગીરી બતાવો

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News

    એસ્ટેટના અધિકારીઓને ખખડાવ્યા , બાંધકામ સાઈટ માટેની SOP નું  પાલન થતુ નથી,મ્યુનિસિપલ કમિશનર 1 - image 

  અમદાવાદ,બુધવાર,17 જાન્યુ,2024

અમદાવાદમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા ચાલતી બાંધકામ સાઈટ માટે  એસ.ઓ.પી.અમલમાં મુકાઈ છે.જેનુ પાલન થતુ નહીં હોવાથી મ્યુનિસિપલ કમિશનરે એસ્ટેટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા.નિયમો અમલ કરવા માટે હોય છે.કાગળ ઉપર રાખવા માટે નહીં.મારે કડક સજા કરવી પડે એ પહેલા કામગીરી બતાવો એમ મ્યુનિસિપલ કમિશનરે કહેવુ પડયુ હતુ.

શહેરના તમામ ઝોનમાં ચાલતી બાંધકામ સાઈટ ઉપર ગ્રીન નેટ,સેફટીનેટ લગાવવા સહિતના નિયમોનુ પાલન કરાવવા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો ચુસ્ત અમલ કરાવવાની જવાબદારી એસ્ટેટના અધિકારીઓને સોંપવામાં આવી છે.આમ છતાં એસ.ઓ.પી.નું પાલન થતુ નથી એમ કહી મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને એસ્ટેટના અધિકારીઓને કાયમી ધોરણે ઈન્ક્રીમેન્ટ રોકવાનો નિર્ણય કરવો પડે એ પહેલા કામગીરી બતાવવા કડક ભાષામા આદેશ આપ્યો હતો.શહેરમાં વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવા બે એજન્સીઓને કામગીરી આપવામા આવી છે.આ એજન્સીઓ પાસે મેનપાવર ઓછો હોવાછતાં એક કરતા વધુ રોડ ખોદી કામગીરી કરતી હોવાનું ધ્યાન ઉપર આવતા કમિશનરે પહેલા એક રોડની કામગીરી પુરી કરાયા બાદ બીજા રોડની કામગીરી શરુ કરવા સુચના આપવા કહયુ હતુ.શહેરના જે જંકશન ઉપર ટ્રાફિક વધુ રહેતો હોય તેવા જંકશન ઉપર ડિઝાઈન કન્સલ્ટન્ટ સાથે સંકલન કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા, ફાયર વિભાગના અધિકારીઓને મંગળવારે ઘુમા ખાતે બનેલા બનાવ બાદ એસ.ઓ.પી.મુજબ કામગીરી કરવા કમિશનરે કહયુ હતુ.ટેકસ વિભાગના અધિકારીઓનેબાકી મિલકતવેરો વસૂલવા ટ્રીગર ઝૂંબેશ કરવા તથા સી.એન.સી.ડી.વિભાગના અધિકારીઓને રખડતા ઢોર પકડવા વધુ અસરકારક કામગીરી કરવા કહયુ હતુ.


Google NewsGoogle News