સિલિન્ડર બ્લાસ્ટથી આગ વિકરાળ બની, પ્રહલાદનગરમાં ભંગારના ગોડાઉનમાં આગથી નુકસાન
આગથી આર.ઓ.પ્લાન્ટની ફેકટરી, મકાન સુધી ફેલાતા દોડધામ મચી
અમદાવાદ,શનિવાર,15 ફેબ્રુ,2025
પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં સિલિન્ડર
બ્લાસ્ટથી લાગેલી આગ વિકરાળ બની
હતી.ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ નજીકમાં આવેલા આર.ઓ.પ્લાન્ટની ફેકટરી અને મકાન
સુધી ફેલાતા દોડધામ મચી ગઈ હતી. આગની
ઘટનામાં થર્મોકોલ,પ્લાસ્ટિકની
બોટલો સહીતની સામગ્રી ખાખ થઈ ગઈ હતી.આગ લાગવા પાછળનું ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી.
શનિવારે સાંજે ૪.૧૫ કલાકના સુમારે આર્યવ્રત બંગલોની પાછળ, ઔડા ગાર્ડનની
સામે પ્રહલાદનગરમા આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગવા અંગેનો કોલ ફાયર વિભાગને મળતા
એક મીની ફાયર ફાઈટર, ૬ ગજરાજ
સાથે ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.ભંગારના ગોડાઉનમાં
લાગેલી આગ નજીકમાં આવેલા આર.ઓ.પ્લાન્ટ સુધી પહોંચતા આર.ઓ.પ્લાન્ટમાં રાખવામા આવેલી
પ્લાસ્ટિકની બોટલો, ફ્રીજ
ઉપરાંત થર્મોકોલ સહીતની ચીજ આગમાં ખાખ થઈ ગઈ હતી.ફાયર વિભાગની ટીમે આર.ઓ.પ્લાન્ટ
તથા મકાન સુધી ફેલાયેલી આગને ઝડપથી કાબૂમાં લેતા જાનહાની થતા અટકી ગઈ હતી.