Get The App

ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટમાં ૨૪૦ કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ

ટેન્ડર શરતનો ભંગ કરી ડીઝાઈન કોન્ટ્રાકટરે બદલી નાંખી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટમાં ૨૪૦ કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ 1 - image


અમદાવાદ,સોમવાર,24 જુન,2024

અમદાવાદ પૂર્વના વિસ્તારોને આવરી લેતી ખારીકટ કેનાલ ડેવલપ કરવા પાંચ પેકેજમાં રુપિયા ૧૨૫૦ કરોડના ખર્ચે અલગ અલગ એજન્સીને વર્કઓર્ડર આપવામાં આવ્યો છે.ટેન્ડર શરતનો ભંગ કરી ડીઝાઈન બદલીને પ્રોજેકટમાં રુપિયા ૨૪૦ કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે.પેકજ-૧અને ૪ના કોન્ટ્રાકટર આર કે સી ઈન્ફ્રાબિલ્ટ દ્વારા પ્રિ-કાસ્ટ આર.સી.સી.બોકસ નાંખવાના બદલે માત્ર આર.સી.સી.ડાયાફ્રામ વોલ બનાવી હોવાછતાં તેને મ્યુનિ.તંત્ર દ્વારા રુપિયા ૯૯ કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,ખારીકટ કેનાલના કામમા કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.

નવેમ્બર-૨૦૨૨માં ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ માટે રુપિયા ૧૨૫૦ કરોડના કામ વિધાનસભાની ચૂંટણી પહેલા ઉતાવળે સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં તાકીદના એજન્ડા ઉપર લાવી મંજૂર કરવામા આવ્યા હતા.વિપક્ષનેતાના આક્ષેપ મુજબ, ટેન્ડરની શરત મુજબ દરેક પેકેજમાં પ્રિ-કાસ્ટ આર.સી.સી.બોકસ ૨.૬૦ મીટરની સાઈઝના બે નંગ કેનાલના પાણી માટે તેમજ કાસ્ટ ઈન સીટુ સ્ટ્રોમવોટર બોકસ ૬ મીટરની સાઈઝના વરસાદી પાણી માટે નાંખવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ.આમછતાં પેકેજ-૧અને  ૪ના કોન્ટ્રાકટર આર કે સી ઈન્ફ્રાબિલ્ટ દ્વારા પેકેજ-૪ના અમુક ભાગમાં  થોડા પ્રિ-કાસ્ટ આર સીસી બોકસ નાંખી અને માત્ર ડાયાફ્રામ વોલ બનાવી તેના ઉપર આરસીસી સ્લેબ ભરી તેને ઢાંકવા પ્રયાસ કર્યો છે.પેકેજ-૨થી૩ના કોન્ટ્રાકટર રેલ વિકાસ નિગમના ધ્યાનમા આ બાબત આવતા તેમણે પણ આરસીસી બોકસ નાંખવાનુ બંધ કરી ડાયાફ્રામ વોલ બનાવીને કામ કરી રહયા છે.પેકેજ-પાંચના કોન્ટ્રાકટર કલથીયા એન્જીનિયરીંગ એન્ડ કન્સ્ટ્રકશન દ્વારા માત્ર રીટેનીંગવોલ બનાવીને કામ કરી રહેલ છે.ખારીકટકેનાલ ડેવલપમેન્ટની કામગીરીમા થયેલા ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ માટે વિપક્ષે માંગણી કરી છે.

ટેન્ડરની શરત મુજબ કામગીરી ચાલી રહી છે,વિજય પટેલ, એડીશનલ સીટી ઈજનેર

મ્યુનિ.ના વોટર રીસોર્સ મેનેજમેન્ટ વિભાગના એડીશનલ સીટી ઈજનેર વિજય પટેલે કહયુ,ટેન્ડર શરત મુજબ જ કામગીરી ચાલી રહી છે.જે કામ કરવામા આવે છે એ કન્સલ્ટિંગ મુજબ જ થઈ રહયુ છે.સ્થળ પરિસ્થિતિ મુજબ કામ કરવામા આવતુ હોય છે.ટેન્ડરમાં ભાવવધારે આપવાનો હોય તો સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી લેવામા આવે છે.ટેન્ડરમા કોઈ વધારો કરવામા આવેલો નથી.

કયા કોન્ટ્રાકટર પાસે કયા વિસ્તારના પેકેજ?

પેકેજ                   કોન્ટ્રાકટર              કુલ રકમ(કરોડમાં)

નરોડા સ્મશાનથી

નવયુગ સ્કૂલ સુધી      આરકેસી ઈન્ફ્રા બિલ્ટ            ૨૫૦૦

નવયુગ સ્કૂલથી

નિધી પાર્ક સોસા.        રેલ વિકાસ નિગમ લી.  ૨૫૦૦

નિધીપાર્ક સોસા.થી

ઓઢવ ફાયર સ્ટેશન    રેલ વિકાસ નિગમ લી.  ૨૬૦૦

ઓઢવ ફાયર સ્ટેશનથી

થોમસ સ્કૂલ સુધી       આરકેસી ઈન્ફ્રા બિલ્ટ    ૨૪૫૦

થોમસ સ્કૂલથી

વિંઝોલ વહેળા સુધી     કલથીયા એન્જી .       ૨૭૦૦



Google NewsGoogle News