વાતાવરણમાં આવેલા પલટા બાદ અમદાવાદના વિવિધ વિસ્તારમાં એક ડઝન વૃક્ષ ધરાશાયી થઈ ગયા
પરીમલ ગાર્ડનથી સી.જી.રોડ તરફના રસ્તા ઉપર આવેલી ગટર પાસે ભુવો પડયો
અમદાવાદ, સોમવાર,13 મે,2024
અમદાવાદમાં અસહય ઉકળાટ બાદ સોમવારે સાંજે વાતાવરણમાં એકાએક
પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે શરુ થયેલા વંટોળ તેમજ વરસાદના કારણે વિવિધ
વિસ્તારમાં એક ડઝન જેટલા વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા. પરીમલ ગાર્ડનથી સી.જી.રોડ
તરફના રસ્તા ઉપર આવેલી ગટર પાસે ભુવો પડતા તંત્રને આડાશ મુકવાની ફરજ પડી હતી.
દિવસભરના અસહય ઉકળાટ બાદ સોમવારે સાંજે પાંચ કલાકના સુમારે
ભારે ધૂળની ડમરીઓ સાથે શહેરના અનેક વિસ્તારમાં વાતાવરણ ગોરંભાયુ હતુ.આ સ્થિતિમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર કંટ્રોલ તથા ગાર્ડન વિભાગને શહેરના અલગ અલગ
વિસ્તારમાંથી વૃક્ષ ધરાશાયી થવા અંગેની ફરિયાદ મળી હતી.ફાયર વિભાગને વૃક્ષ ધરાશાયી
થવા ઉપરાંત ચાંદખેડા વોર્ડમાંથી બે,
બોપલમાંથી એક તથા ન્યુ મણિનગર વિસ્તારમાંથી શોટ સરકીટ થવાથી આગ લાગવા અંગેના
ચાર કોલ મળ્યા હતા.જો કે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી નોહતી.ઉસ્માનપુરા
ચાર રસ્તા પાસે ભારે વંટોળની વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા એક કારને નુકસાન થયુ હતુ.
કયા-કયા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા?
-નરોડા-દહેગામ
રોડ ઉપર
-અમી
એપાર્ટમેન્ટ રોડ,જોધપુર
-વંદેમાતરમ
રોડ,ડી-માર્ટ
પાસે
-મણિચંદ્ર
સોસાયટી,થલતેજ
-નહેરુપાર્ક
પાસે,વસ્ત્રાપુર
-વી.વી.તોમર
સ્કૂલ પાસે,કુબેરનગર
-ઉષા
સિનેમા રોડ,ગોમતીપુર
-ફોર-ડી
મોલ પાસે,સાબરમતી
-મેનેજમેન્ટ
એન્કલેવ પાસે,વસ્ત્રાપુર
-એરોમા
સ્કૂલની બાજુમા, ઉસ્માનપુરા
-કાબુની
ચાલી, શાહપુર