Get The App

ઘાટલોડીયા બેઠક ભાજપે જાળવી રાખી

ભાજપના ઉમેદવારને કુલ ૨૧૨૦૧ મતોની સરસાઈ મળી

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News

  ઘાટલોડીયા બેઠક ભાજપે જાળવી રાખી 1 - image     

 અમદાવાદ,મંગળવાર,18 ફેબ્રુ,2025

રાજયમાં નગર પાલિકા,પંચાયતની ચૂંટણી સાથે અમદાવાદના વોર્ડ નંબર-૭ ઘાટલોડીયાની ખાલી પડેલી એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.મંગળવારે મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર પ્રવિણ  અંબાલાલ પટેલને કુલ ૨૨૩૫૩ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા.તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોરધનભાઈ પટેલને ૧૧૫૨ મત મળ્યા હતા.ભાજપના ઉમેદવારને કુલ ૨૧૨૦૧ મતોની સરસાઈ મળી હતી. આપના ઉમેદવારને ૪૮૮, રાષ્ટ્રવાદી કોંગ્રેસ(શરદપવાર)ના ઉમેદવારને ૯૯ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ૨૦૩ મત મળ્યા હતા. ૩૨૬ મત નોટામાં પડયા હતા. આ બેઠક અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા મનોજ પટેલે રાજીનામુ આપતા ખાલી પડી હતી. ભાજપે પેટા ચૂંટણી પછી તેની બેઠક જાળવી રાખી છે.


Google NewsGoogle News