પરિમલ ગાર્ડન પાસે વીજપોલ પડતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત

બાઈકચાલકને મણકામાં ક્રેક પડવા ઉપરાંત મલ્ટિપલ ઈન્જરી થઈ

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News

   પરિમલ ગાર્ડન પાસે વીજપોલ પડતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત 1 - image  

  અમદાવાદ,સોમવાર,17 જુન,2024

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવલો મ્યુનિસિપલ કોર્પોરેશનનો વીજપોલ પડતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત થવા પામ્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ,પરિમલ ગાર્ડન પાસે આવેલા વીજપોલ પાસેથી બાઈક ચાલક પસાર થઈ રહયો હતો.એ સમયે વીજપોલ પડતા બાઈકચાલકને મણકામાં ક્રેક પડવા ઉપરાંત મલ્ટિપલ ઈન્જરી થઈ હોવાની વિગત સામે આવી છે.સરદાર પટેલ રીંગ રોડ ઉપર આવેલા હીલલોક નજીક પણ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વીજપોલ ધરાશાયી થયો હોવાનું જાણવા મળે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વહીવટીતંત્ર મુંબઈની ઘટનાનુ પુનરાવર્તન થાય એની રાહ જોતુ હોય એમ લાગી રહયુ છે.


Google NewsGoogle News