ધો.3થી 9ની બેઝલાઈન પરીક્ષા 10 થી 12 જુલાઈ દરમિયાન લેવાશે
Baseline Examination Updates: મુંબઈ સહિત રાજ્યભરમાં ધો.3થી 9ના વિદ્યાર્થીઓની બેઝલાઈન ટેસ્ટ 10 થી 12 જુલાઈ દરમિયાન થવાની છે. લેખિત અને મૌખિક પદ્ધતિએ આ પરીક્ષા લેવામાં આવશે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ધો. 3થી 8ના 44.23 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
ધો. 3 અને 4ના વિદ્યાર્થીઓની પરીક્ષા 40 માર્કની તો પાંચમા અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા 50 માર્કની અને ધો.7 થી 9ના વિદ્યાર્થીઓની પરીક્ષા 60 માર્કની હશે. આ પરીક્ષા તમામ સરકારી, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની શાળાઓ તેમજ તમામ ખાનગી અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
વિદ્યાર્થીઓએ પાછલા વર્ષના અભ્યાસક્રમમાં તેમની પ્રથમ ભાષા, ગણિત અને બીજી ભાષા અંગ્રેજીમાં અપેક્ષિત લર્નિંગ આઉટકમ પ્રાપ્ત કર્યા છે કે નહીં તે તપાસવા બઝલાઈનટેસ્ટ લેવાય છે. શિક્ષકો વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરે તે રીતે આગળ શિક્ષણ પદ્ધતિ અપનાવશે.
ભવિષ્યની શૈક્ષણિક નીતિઓનો પરિચય મેળવવા તમામ જિલ્લા- સ્તરીય ડેટાને રાજ્ય સ્તરે એકત્ર કરાશે. શિક્ષણ-અધ્યયનની પદ્ધતિમાં સુધારો કરી બાળકોના શૈક્ષણિકસ્તરને સુધારવા સ્થાનિક કાર્યક્રમોની રચના અને નીતિ ઘડવામાં કેન્દ્રીય સ્તરે નિર્ણય લઈ શકાશે.
ગયા વર્ષે શિક્ષણ વિભાગે સમગ્ર મહારાષ્ટ્રમાં, 17અને 19 ઓગસ્ટની વચ્ચે બેઝલાઈન પરીક્ષા લીધી હતી. તેમાં ધો.3થી 8ના 44.23 લાખથી વધુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરનું મૂલ્યાંકન કરાયું હતું.