એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક
એડવાન્સ ટેકસ પેટે મ્યુનિ.તંત્રને ૧૪૧ કરોડની આવક, ૧૫ કરોડ રિબેટ અપાયું
અમદાવાદ,મંગળવાર,15 એપ્રિલ,2025
અમદાવાદ મ્યુનિ.તંત્રે અમલમાં મુકેલી એડવાન્સ ટેકસ રિબેટ
સ્કીમ અંતર્ગત મંગળવારે એક જ દિવસમાં સાંજના ૬ કલાક સુધીમાં પ્રોપર્ટી ટેકસ પેટે
તંત્રને રુપિયા ૨૪.૩૮ કરોડની આવક થઈ હતી.એક દિવસમાં ૨૫૭૦૨ કરદાતાઓએ એડવાન્સ
પ્રોપર્ટી ટેકસ ભર્યો હતો.એડવાન્સ ટેકસ પેટે મ્યુનિ.તંત્રને રુપિયા ૧૪૧.૧૬ કરોડની આવક થઈ છે. એડવાન્સ ટેકસ
ભરનારા કરદાતાઓને રુપિયા ૧૫ કરોડથી વધુની રકમ રિબેટ પેટે અપાઈ છે.
૮ થી ૩૦ એપ્રિલ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ
ટેકસ રિબેટ સ્કીમ અમલમાં મુકાઈ છે. એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાઓને ૧૨થી
૧૫ ટકા સુધીનુ રિબેટ અપાઈ રહયુ છે.૧૫ એપ્રિલ સુધીમાં ૧૬૦,૧૮૨ કરદાતાઓએ
એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભર્યો છે.મ્યુનિ.તંત્રને
એડવાન્સ ટેકસ પેટે મધ્યઝોનમાંથી રુપિયા ૧૭.૦૨ કરોડ, ઉત્તરઝોનમાંથી
૮.૫૮ કરોડ, દક્ષિણ
ઝોનમાંથી ૯.૮૮ કરોડ,પૂર્વઝોનમાંથી
૧૩.૩૮ કરોડ,પશ્ચિમ
ઝોનમાંથી રુપિયા ૩૮.૦૧ કરોડ,
ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી ૩૨.૨૯ કરોડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રુપિયા ૨૨ કરોડ
આવક થઈ છે.