Get The App

અંગ્રેજોના સમયમાં બનેલો 150 વર્ષ જૂનો કાલુપુર રેલવે ઓવરબ્રિજ આજે પણ અડીખમ

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
Overbridge


Kalupur Railway Overbridge: અમદાવાદ પૂર્વના ચાર ઝોનમાં વિવિધ બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ પૈકી 1875માં બનાવવામાં આવેલો કાલુપુર રેલવે ઓવરબ્રિજ હાલમાં પણ અડીખમ જોવા મળી રહ્યો છે. 149 વર્ષ જૂના અંગ્રેજોના શાસન વખતે બનેલા આ ઓવરબ્રિજ પર આજે પણ સલામત રીતે વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. જ્યારે હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિ.ના આજના કહેવાતા બાહોશ ઇજનેરોએ બનાવેલો ઓવરબ્રિજ ફક્ત ચાર વર્ષમાં ભયજનક હાલતમાં મૂકાઈ ગયો છે. ભ્રષ્ટાચારી તત્ત્વોએ બ્રિજ સાથે જોડાયેલા છત્રપતિ શિવાજી મહારાજની છબીને પણ ખરડાવી છે. 

1875માં કાલુપુર રેલવે ઓવરબ્રિજની સ્થાપના 

અમદાવાદની સ્થાપના 1411માં અહેમદશાહ બાદશાહે કરી હતી. આ પછી જેમ જેમ શહેરની વસ્તી અને વિસ્તાર વધતા ગયા, આવશ્યકતા ઊભી થતી ગઈ એમ એમ વિવિધ વિસ્તારમાં રેલવે બ્રિજ, અંડરપાસ વગેરે બનાવવામાં આવ્યા. 1875માં બનાવવામાં આવેલો કાલુપુર રેલવે ઓવરબ્રિજ હાલમાં મનુભાઈ પરમાર બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચો: એસ.પી.રીંગ રોડ ઉપર આવેલી ચાંદખેડાની 66 હજાર ચો.મી.જગ્યા લુલુ ઈન્ટરનેશનલને હસ્તક કરાશે

આઝાદી પહેલાંના બાંધકામ આજે પણ અડીખમ

આ બ્રિજ દોઢસો વર્ષ જૂનો હોવા છતાં વાહન વ્યવહાર માટે સલામત છે. આવી રીતે જ સારંગપુર અને અસારવા રેલવે ઓવર બ્રિજ 1940માં એટલે કે 84 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા છે. આ ઓવરબ્રિજ આજે પણ સારી સ્થિતિમાં છે. અમદાવાદ શહેરમાં આઝાદી પહેલાં આવા ઘણા બેનમૂન બાંધકામો થયેલા છે. જે આજે પણ અડીખમ ઊભા છે. આઝાદી બાદ આવેલા સત્તાધીશોએ કરેલા કહેવાતા વિકાસના કામોની સ્થિતિ કેવી છે? તે સામાન્ય જનતા સારી રીતે જાણે છે.

અંગ્રેજોના સમયમાં બનેલો 150 વર્ષ જૂનો કાલુપુર રેલવે ઓવરબ્રિજ આજે પણ અડીખમ 2 - image

અંગ્રેજોના સમયમાં બનેલો 150 વર્ષ જૂનો કાલુપુર રેલવે ઓવરબ્રિજ આજે પણ અડીખમ 3 - image


Google NewsGoogle News