ભરતીના નામે બેરોજગારો સાથે વિશ્વાસઘાત, શિક્ષકોની 'બદલી'ને શિક્ષણ તંત્રે 'ભરતી'નું નામ આપ્યું

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
teacher


Gujarat Education Department: શિક્ષણ વિભાગે જાહેર કર્યુ છે કે, ચાર હજાર શિક્ષકોની ભરતી કરાશે. વાસ્તવમાં આ ભરતી નહીં, પરંતુ જૂના શિક્ષકોની બદલીની વાત છે. બદલીની વ્યવસ્થાને ભરતીનું નામ આપીને શિક્ષણ વિભાગે બેરોજગારો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

યુવાનો શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે

ગુજરાતમાં 32 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બીજીતરફ, ટેટ-ટાટ પાસ થયેલ 50 હજાર જેટલા યુવાઓ શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈને બેઠાં છે. ત્યારે ખુદ શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલીને શિક્ષકોની ભરતીનું નામ આપી દીઘુ છે. એટલુ જ નહીં, ખુદ શિક્ષણ વિભાગ જ યુવાઓ સાથે છેતરપીંડી કરી રહ્યુ છે.

આ પણ વાંચો: દર્દીઓને પડશે મુશ્કેલી : સ્ટાઈપેન્ડ મુદ્દે સોમવારથી રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ પર


38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણુંક કરવામાં આવતી નથી. સાથે જ્ઞાન સહાયક યોજના થકી હજારો ટેટ-ટાટ પાસ શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યુ છે. આજે 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. 

શું આ રીતે ભણશે ગુજરાત?

આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 341 શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડો છે. 14,652 શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર છે. 3353 શાળામાં 10,698 ઓરડાઓ જર્જરિત છે. આ પરિસ્થિતી વચ્ચે ગ્રાન્ટેડ પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મઘ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ શિક્ષકો વિના અભ્યાસ કરી રહ્યા છે. શું આ રીતે ભણશે ગુજરાત?

ભરતીના નામે બેરોજગારો સાથે વિશ્વાસઘાત, શિક્ષકોની 'બદલી'ને શિક્ષણ તંત્રે 'ભરતી'નું નામ આપ્યું 2 - image


Google NewsGoogle News