Get The App

ગુજરાતના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર, તો 31 શિક્ષકો ગરબડ કરીને ‘ઘેરહાજર’

Updated: Aug 13th, 2024

GS TEAM


Google News
Google News
Teacher Controversy


Teacher Controversy: ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થવા લાગી છે. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી-રિપોર્ટ અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર છે. જેમાં 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ ગેરહાજર છે.

રાજ્યના 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસે

રાજ્યના તમામ જિલ્લામાંથી સરકારને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરવામાં આવી તે પણ પ્રશ્ન છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીમાં, આજે આ જિલ્લામાં આગાહી


વિદેશ પ્રવાસ પર ગયેલા અનેક શિક્ષકો 90 દિવસથી ગેરહાજર

અમદાવાદ ગ્રામ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 8 શિક્ષકો 90 દિવસ કરતાં વધુ સમયથી રજા પર છે. જેમાં 7 શિક્ષકો વિદેશ પ્રવાસમાં છે અને એક શિક્ષક મેડિકલ કારણસર રજા પર છે. જ્યારે ગ્રામ્યની સરકારી શાળામાં એક શિક્ષક અને એક વહીવટી કર્મચારી લાંબી રજા પર છે. એક શિક્ષક સામે કાયદાકીય કાર્યવાહી ચાલતી હોવાથી તે શાળામાં ઘણા દિવસોથી ગેરહાજર છે. જ્યારે એક વહીવટી કર્મચારી બિનઅધિકૃત રીતે મંજૂરી વિના લાંબી રજા પર છે. જ્યારે કૉર્પોરેશનની શાળામાં પણ એક શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે.

ગુજરાતના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર, તો 31 શિક્ષકો ગરબડ કરીને ‘ઘેરહાજર’ 2 - image

Tags :