અમદાવાદ શહેરમાં દરરોજ બે લોકોને ભરખી જતો TB નો રોગ
image : Freepik
- કોરોના સિવાયના રોગ પણ જોખમી : વર્ષ 2023માં કુલ 16,523 શહેરીજનો ટીબીનો ભોગ બન્યા, 687ના મોત થયા
અમદાવાદ,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર
લગભગ બે વર્ષ સુધી બધુ શાંત રહ્યા બાદ કેટલાક દિવસોથી કોરોનાની મહામારી ફરી વખત ચર્ચામાં આવી છે. જેને લઈને લોકોમાં છૂપો ભય પેદા થઈ રહ્યો છે. પરંતુ કોરોના તો ફક્ત નામથી જ બદનામ છે. કારણ કે છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે આંગળીના વેઢે ગણી શકાય એટલા મોત માંડ થયા હશે. તેની સામે વર્ષ ર0ર3માં અમદાવાદ શહેરમાં ટીબીના કારણે 687 લોકોના મોત થઈ ચૂક્યા છે.
કોરોના સિવાય કેન્સર, હૃદયરોગ અને ટીબીના કારણે દરવર્ષે હજારો લોકોના મોત અમદાવાદ શહેરમાં થાય છે. જેમાં ટીબી અંગેના બહાર આવતા આંકડા અનુસાર ગત એક વર્ષમાં અમદાવાદ શહેરમાં ટીબીના 16,523 નવા દર્દીઓ ઉમેરાયા છે. જે પૈકી 687 લોકોના મોત થયા હોવાનું નોંધાયું છે. એટલે કે દર મહિને સરેરાશ 60 અને દરરોજ બે લોકોના ટીબીના કારણે મોત થઈ રહ્યા છે. આ બાબત ગંભીર અને ચિંતાનો વિષય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલ, બહેરામપુરા અને અસારવા ટીબી માટે હોટસ્પોટ સમાન છે. આ ત્રણેય વિસ્તારમાં એક વર્ષમાં એક હજારથી વધુ દર્દી નવા નોંધાયા છે. એટલે કે દરરોજ ત્રણ દર્દીઓ આ વિસ્તારમાંથી નવા બહાર આવે છે.
અમદાવાદમાં પાંચ વર્ષમાં ટીબીના કેસ
કયા વિસ્તારમાં કેટલા કેસ અને મોત?
વર્ષ |
કેસ |
2019 |
21,457 |
2020 |
15,034 |
2021 |
18,471 |
2022 |
18,921 |
2023 |
16,523 |
વિસ્તાર |
કેસ |
મોત |
અમરાઈવાડી |
962 |
50 |
અસારવા |
1035 |
42 |
બાપુનગર |
488 |
30 |
બહેરામપુરા |
1231 |
36 |
ભાઈપુરા |
791 |
38 |
દાણીલીમડા |
689 |
31 |
ઈન્ડિયા કોલોની |
638 |
28 |
ઈસનપુર |
598 |
31 |
જમાલપુર |
622 |
35 |
જોધપુર |
611 |
10 |
નોબલનગર |
691 |
28 |
રખિયાલ |
1238 |
45 |
સૈજપુર |
543 |
15 |
શાહપુર |
489 |
23 |
વટવા |
743 |
37 |
વિરાટનગર |
892 |
28 |