Get The App

ગુજરાત: ટાટા મોટર્સ ફોર્ડ પ્લાન્ટમાં 2 લાખ EVsનું કરશે પ્રોડક્શન

Updated: Apr 14th, 2022


Google NewsGoogle News
ગુજરાત: ટાટા મોટર્સ ફોર્ડ પ્લાન્ટમાં 2 લાખ EVsનું કરશે પ્રોડક્શન 1 - image


- ટાટા મોટર્સ હાલમાં તેના સાણંદ સ્થિત નેનો પ્લાન્ટમાં 10,000 Electric Vehicleનું ઉત્પાદન કરે છે

ગાંધીનગર, તા. 14 એપ્રિલ 2022, ગુરૂવાર 

અમદાવાદ સાણંદ ખાતે ફોર્ડ ઈન્ડિયાનો પ્લાન્ટ ખરીદી લીધા બાદ ટાટા મોટર્સે ત્યાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સ (EVs)નું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે. ટાટા મોટર્સ દ્વારા ફોર્ડનો પ્લાન્ટ કેટલી કિંમતમાં ખરીદવામાં આવ્યો તેની હજુ કોઈ જાહેરાત નથી કરવામાં આવી. કંપની લગભગ 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વર્ષ 2026 સુધીમાં 2 લાખ EVsનું પ્રોડક્શન કરવા માગે છે. ટાટા મોટર્સે ગુજરાત સરકારને એ વાતની ખાતરી આપી છે કે, તે ફોર્ડના કોઈ પણ કર્મચારીને છૂટા નહીં કરે.

આ સિવાય ટાટા મોટર્સે લેન્ડ ટ્રાન્સફર રેટમાં પણ છૂટછાટની માગ કરી છે. કંપની જંત્રી દરના 20% ચૂકવવા માટે તૈયાર છે જે 66 કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત ફોર્ડ મોટર્સને વર્ષ 2030 સુધી જે ઈન્સેન્ટિવ આપવામાં આવ્યા હતા તે પણ ચાલુ રાખવાની માગ કરી છે. મળતી માહિતી પ્રમાણે ટાટા મોટર્સે જે બે ઈન્સેન્ટિવની માગ કરી હતી તે ગુજરાત સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. 

ટાટા મોટર્સ હાલમાં તેના સાણંદ સ્થિત નેનો પ્લાન્ટમાં 10,000 Electric Vehiclesનું પ્રોડક્શન કરે છે. નવા હસ્તગત કરાયેલા પ્લાન્ટમાં તે રૂ. 2000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજના ધરાવે છે જેથી અહીં વર્ષે 2 લાખ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs)નું પ્રોડક્શન કરી શકાશે. ગુજરાત સરકારની એક નોટમાં જણાવવામાં આવ્યું છે કે, ટાટા મોટર્સ દ્વારા ફોર્ડનું ટેકઓવર ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલના ઉત્પાદનમાં એક મોટી ઘટના બની રહેશે જેનાથી ગ્લોબલ કંપનીઓ ગુજરાતમાં પ્લાન્ટ નાખવા માટે પ્રેરિત થશે અને નવી ટેક્નોલોજી મેળવી શકાશે.

આ ડીલમાં સૌથી મહત્વની વાત એ છે કે, ટાટા મોટર્સ ફોર્ડના કોઈ પણ વર્કરને છૂટા નહીં કરે. હાલમાં ફોર્ડના પ્લાન્ટના કારણે 23,000 લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળી રહે છે. આ વર્ષે ટાટા મોટર્સ અને ફોર્ડ ઇન્ડિયા બંનેએ ઓનરશિપ ટ્રાન્સફર માટે કરાર કર્યા હતા. ફોર્ડ મોટર કંપનીએ આ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 4500 કરોડનું રોકાણ કર્યું હતું, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2.4 લાખ યુનિટ અને 2.7 લાખ એન્જિનની હતી.

છેલ્લા એક દાયકામાં ભારતમાં કંપનીને બે અબજ ડોલરનું નુકસાન થવાથી તેણે પોતાનો પ્રોજેક્ટ સમેટી લેવાનો નિર્ણય લીધો હતો. સાણંદમાં સૌથી પહેલા આવનારી ઓટો કંપનીઓમાં ટાટા મોટર્સ અગ્રેસર હતી જેણે 4500 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વાર્ષિક 1.5 લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ નાખ્યો હતો.

ટાટા મોટર્સ ગુજરાતમાં મો-ટાઉન સાણંદમાં વાર્ષિક 1.5 લાખ એકમોના પ્રોડક્શનની ક્ષમતા સાથે રૂ. 4,500 કરોડના રોકાણ સાથે પ્રથમ પ્રવેશકર્તાઓમાંની એક હતી. આ પ્લાન્ટ હાલમાં Tigor, Tiago અને Tigor EVs વેરિએન્ટ્સનું પ્રોડક્શન થાય છે. 



Google NewsGoogle News