ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો રાફડો ફાટ્યો, સૌથી વધુ કેસ મામલે ચોથા ક્રમે, કેસ-મૃત્યુનો આંકડો ડરામણો
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો રાફડો ફાટ્યો, મહિનામાં કેસનો આંકડો 180ને પાર, 9 લોકોનાં મોત
image : envato |
Gujarat Swain Flu News | ગુજરાતમાં સ્વાઈન ફલૂના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક મહિનામાં સ્વાઈન ફલૂના 180 કેસ નોંધાયા છે જ્યારે 9 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્વાઇન ફ્લૂના 212 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેની સરખામણીએ ગત સમગ્ર વર્ષ દરમિયાન સ્વાઇન ફ્લૂના માત્ર 212 કેસ નોંધાયા હતા જ્યારે 3ના મૃત્યુ થયા હતા.
ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીમાં સ્વાઇન ફ્લૂના 65 કેસ હતા અને એક પરંતુ ફેબ્રુઆરીમાં સ્વાઈન ફ્લૂ ઘાતકતા વધારી દેતાં એક જ મહિનામાં 180 કેસ નોંધાયા હતા અને 9 વ્યક્તિએ જીવ ગુમાવી દીધો હતો. આ વર્ષે બે મહિનામાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં રાજસ્થાન 534 સાથે મોખરે, દિલ્હી 474 સાથે બીજા, પંજાબ 290 સાથે ત્રીજા, ગુજરાત ચોથા જ્યારે હરિયાણા 232 સાથે પાંચમાં સ્થાને છે. સમગ્ર દેશમાં આ વર્ષે જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં જ સ્વાઈન ફ્લૂના કુલ 2545 કેસ નોંધાયા છે અને 77 વ્યક્તિના થયા છે.
વર્ષ 2019થી વર્ષ 2023 દરમિયાન ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કુલ 7318 કેસ નોંધાયા છે જ્યારે 229 વ્યક્તિના મૃત્યુ થયા છે. સોલા સિવિલ ઘણાના 12 થી 18 ફેબ્રુઆરીમાં સ્વાઈન ફ્લૂના 1, 19 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરીના 1 જ્યારે 26 ફેબ્રુઆરીથી 3 માર્ચમાં સ્વાઈન ફૂલૂના 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ, ફેબ્રુઆરી-માર્ચમાં સોલા સિવિલ ખાતે સ્વાઈન ફૂલૂના કુલ 15 કેસ નોંધાઈ ચૂક્યા છે. અસારવા સિવિલ ખાતે પણ સ્વાઈન ફૂલૂનો એક દર્દી તાજેતરમાં નોંધાયો હતો.જાણકારોના મતે, ઠંડી તેમજ ભેજવાળા વાતાવરણમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થતો હોયછે. હવે ઉનાળાનું પ્રભુત્વ વધશે તેમ સ્વાઈન ફ્લૂના કેસમાં પણ ઘટાડો જોવા મળશે.