Get The App

મહિલાના બેંક એકાઉન્ટમાં બ્લેકના બે કરોડની હેરફેર કરનારને સ્વામીનારાયણ સંસ્થાએ છુટો કર્યો

દિલ્હીની મહિલાના બેંક એકાઉન્ટમાં બ્લેકના બે કરોડ રૂપિયાની હેરફેર કરવાનો મામલો

સમગ્ર મામલે પુરાવાનો આધારે ગુનો પોલીસ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરાશેઃ સિનિયર પોલીસ અધિકારી સતત અઢી વર્ષ સુધી મહિલાનો શારિરીક શોષણ પણ કરાયાનો આરોપ પણ લગાવવામાં આવ્યા છે

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
મહિલાના બેંક એકાઉન્ટમાં બ્લેકના બે કરોડની હેરફેર કરનારને સ્વામીનારાયણ સંસ્થાએ છુટો કર્યો 1 - image


અમદાવાદ, શુક્રવાર

શહેરના  ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા અને અમદાવાદની એક જાણીતી સ્વામીનારાયણ સંસ્થાન ઘાટલોડિયા અને ગોતા મંદિર સહિત અન્ય મંદિરોના હિસાબનું કામ સંભાળતા પ્રવિણ પટેલે એક મહિલાને નોકરીને બહાને ફોસલાવીને તેને ઘર અપાવીને શારિરીક શોષણ કરવાની સાથે તેના બેંક એકાઉન્ટમાં સ્વામી નારાયણ મંદિર દાન પેટે આવતા કાળા નાણાને વ્હાઇટ કરાવવા માટે તે મહિલાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને અલગ અલગ એકાઉન્ટમાંથી ઉપાડીને વ્હાઇટના કરવાનો મામલો સ્વામીનારાયણ મંદિરના સંતો સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ તેને બોલાવીને સમગ્ર મામલે પુછતા તે ખુલાસો કરી શક્યો નહોતો.  જેથી તેને સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ તાત્કાલિક અસરથી છુટો કરી દીધો  હોવાનું જાણવા મળ્યું છે. સાથેસાથે એવી પણ વિગતો મળી છે કે તે સ્વામીનારાયણ મંદિરના નામે બિલ્ડરો સાથે મળીને બ્લેકના કરોડો રૂપિયા વ્હાઇટ કરવાનું કામ કરતો હતો. આ માટે  અનેક મહિલાઓ તેમજ અન્ય જરૂરિયાતમંદોના બેંક એકાઉન્ટનો બેરોકટોક ઉપયોગ કરતો હતો.   બીજી તરફ  તેનો ભોગ બનનાર મહિલાએ તમામ પુરાવા સાથે ઇન્કમટેક્ષ વિભાગમાં પણ રજૂઆત કરી છે કે પ્રવિણ પટેલે તેને કાળા નાણાંની હેરફેરના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ સમગ્ર મામલે મહત્વના સાક્ષી બનીને પ્રવિણ પટેલ સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. બીજી તરફ મહિલાએ પોલીસ સ્ટેશનમાં પ્રવિણ પટેલ વિરૂદ્ધ કરેલી રજૂઆતને પગલે પ્રવિણ પટેલે સંતોષકારક જવાબ  ન આપતા હવે આગામી  દિવસોમાં પોલીસ દ્વારા પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા ઉચ્ચ  પોલીસ અધિકારીએ વ્યક્ત કરી છે.



Google NewsGoogle News