સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા, અમદાવાદ સેશન્સ કોર્ટનો ચુકાદો
NRI Pankaj Trivedi murder case: સ્વાધ્યાય પરિવારના કરોડોના કૌભાંડ અને જયશ્રી તલવરકર(જયશ્રી દીદી)ની રીતરસમો સામે જંગે ચઢેલા NRI પંકજ ત્રિવેદી હત્યા કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. 19 વર્ષ પહેલાં 15 જૂન 2006ના રોજ અમદાવાદમાં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની થયેલી હત્યા મામલે કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
કયા કયા આરોપીને થઈ સજા?
પંકજ ત્રિવેદીની હત્યા કેસમાં કોર્ટે 10 આરોપીને દોષિત ઠેરવ્યા બાદ હવે સજા ફટકારી છે. જેમાં ચંદ્રસિંહ જાડેજા, હિતેશસિંહ ચુડાસમા, દક્ષેશ શાહ, ભુપતસિંહ જાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ ચુડાસમા, ભરતભાઈ તટે, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાંત ડાકી અને જશુભાઈ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
કોણ હતા પંકજ ત્રિવેદી? કઈ રીતે થઈ હત્યા?
પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદી વિરુદ્ધ અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા હતા. ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદીના ભ્રષ્ટાચારનો ખુલાસો કરવાનો દાવો કર્યો હતો. જે બાદ પંકજ ત્રિવેદીને અનેકવાર મારી નાંખવાની ધમકીઓ પણ મળી હતી. તેમ છતાં પંકજ ત્રિવેદીએ ભ્રષ્ટાચારના જુદા જુદા દાવા કર્યા અને વર્ષ 2006માં 15 જૂને એલિસબ્રિજ જિમખાના નજીક પંકજ ત્રિવેદીને બેઝ બોલના બેટના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.