Get The App

અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ ક્રાઈમ બ્રાન્ચના નામે 50 લાખનો કર્યો તોડ, વેપારીએ નોંધાવી ફરિયાદ

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ ક્રાઈમ બ્રાન્ચના નામે 50 લાખનો કર્યો તોડ, વેપારીએ નોંધાવી ફરિયાદ 1 - image


Ahmedabad Crime: અમદાવાદમાંથી ફરી એકવાર ચોંકાવનારો તોડકાંડ સામે આવ્યો છે. સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલે ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા 50 લાખનો તોડ કર્યો છે. જે અંગે મિહીર પરીખ નામના વ્યકિતએ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ફરિયાદી વેપારીને સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફોરેન કરન્સીનો કેસ થયો છે તેવું જણાવી તેને ધમકાવ્યો હતો, અને તે કેસના સમાધાનના નામે ડરાવીને તેની પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા. 

જાણો શું છે મામલો

મળતી માહતી અનુસાર, આરોપી આકાશ પટેલે પોલીસ તરીકેની ઓળખ આપીને વેપારી મિહીર પરિખ સામે ક્રાઇમ બ્રાન્ચમાં કેસ થયો છે. આ કેસમાં 10 થી 15 વર્ષ જેલમાં રહેવું પડશે તેવું કહીને ત્રણ શખ્સોએ કેસના પતાવટની વાત કરી હતી. જેમાં આરોપીઓએ પહેલા તો 5 કરોડ રૂપિયાની માંગ કરી હતી, પરંતુ બાદમાં 50 લાખ રૂપિયામાં પતાવટ કરી હતી. જે મામલે વેપારીએ આકાશ પટેલ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: માંડવીના ગોધરામાં ધોળા દિવસે તલવારના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા, પોલીસની કામગીરી સામે અનેક સવાલો


કાર કૌભાંડમાં આકાશને કરાયો છે સસ્પેન્ડ


ઉલ્લેખનીય છે કે, આકાશ પટેલ પહેલા પાલડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરિકે ફરજ બજાવતો હતો. આ દરમિયાન તે લોકો પાસે તોડ કરતો હતો અને સતત વિવાદમાં રહેતો હતો, જેથી તેને બદલી પાલડીથી અન્ય પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પરંતુ આકાશે ત્યાં પણ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને પોતાનો ગોરખધંધો ચાલુ રાખ્યો હતો. બાદમાં અમદાવાદમાં થયેલા કાર કૌભાંડમાં તેનું નામ બહાર આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તે પોતે પોલીસ હોવાનો રોફ જમાવી લોકો પાસે તોડપાણી કરી રહ્યો છે.

અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ ક્રાઈમ બ્રાન્ચના નામે 50 લાખનો કર્યો તોડ, વેપારીએ નોંધાવી ફરિયાદ 2 - image


Google NewsGoogle News