Get The App

પાટડીમાં પીઆઇના ભાઇના ત્યાં ચાલતું હતું જુગારધામ, ગાંધીનગરની ટીમે દરોડા પાડી પાંચ મહિલા સહિત 30ની ધરપકડ કરી

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
પાટડીમાં પીઆઇના ભાઇના ત્યાં ચાલતું હતું જુગારધામ, ગાંધીનગરની ટીમે દરોડા પાડી પાંચ મહિલા સહિત 30ની ધરપકડ કરી 1 - image


Surendranagar News: સામાન્ય રીતે પોલીસનું સમગ્ર રાજ્યમાં ગુનાખોરી રોકવાનું કામ કરવાનું હોય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના પાટડીમાં PIના ભાઈના ઘમાં જ જુગારધામ ધમધમતું હતું. જોકે, આ મામલે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. 

PIના ભાઈના ઘરેથી ઝડપાયું જુગારધામ

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 25 પુરૂષો અને 5 મહિલાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ હતી. ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, એક ઘરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના રાત્રે 12 વાગ્યાની આસપાસ બાતમી મળેલા ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 30 લોકો રંગેહાથ જુગાર રમતા ઝડપાયા હતાં. દરોડા દરમિયાન જાણ થઈ કે,  ACB (Anti Corruption Bureau)ના PIના ભાઈ કિરણ ઠાકોરના ઘરે જ આ જુગારધામ ધમધમી રહ્યું હતું. 

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં ગોટાળા : વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલનો ઓન્કોલોજી વિભાગ બંધ કરાવ્યો

50 લાખથી વધુનો મુદ્દોમાલ ઝડપાયો

દરોડા દરમિયાન મહિલાઓએ અંદરથી દરવાજા બંધ કરી બચવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર દરોડા દરમિયાન પોલીસે મોબાઈલ, બાઈક અને રોકડ સહિત અંદાજે 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ જામનગરમાં બંધ રહેણાંક મકાનમાંથી હોમ થિયેટર, પ્રેશર કુકર અને પાણીની મોટર સહિતના સામાનની ચોરી : પડોશી સામે શંકા

દરોડા બાદ પોલીસે તમામ આરોપી સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય તપાસ કરવામાં આવી રહી છે કે, પાટડીમાં આટલુ મોટું જુગારધામ કોની દયા દ્રષ્ટિથી ચાલતું હતું? પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 



Google NewsGoogle News