Get The App

અપહરણ કર્યું, ઓળખ છુપાવવા વાળ કાપ્યા, ચાર દિવસે રાજકોટથી મળી સુરેન્દ્રનગરની બાળકી

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
અપહરણ કર્યું, ઓળખ છુપાવવા વાળ કાપ્યા, ચાર દિવસે રાજકોટથી મળી સુરેન્દ્રનગરની બાળકી 1 - image


Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાંથી ચાર દિવસે અપહરણ કરાયેલી બાળકી મળી આવી છે. આ બાળકીનું 28 ઓક્ટોબરે અપહરણ કરવામાં આવ્યું હતું, જે ચાર દિવસે બાદ રાજકોટથી મળી આવી છે. આ બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની હતી કે કેમ તે વિશે પોલીસ હાલ તપાસ કરી રહી છે. જોકે, બાળકી પરત આવતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. 

શું હતી ઘટના? 

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાંથી એક સાત વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારે ધજાળા પોલીસ સ્ટેશનમાં બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે 8 કરતા વઘુ ટીમ બનાવી બાળકીની શોધ હાથ ધરી હતી. સતત ચાર દિવસ સુધી તપાસ કર્યા બાદ પોલીસે બાળકીને શોધી પરિવારને પરત મોકલી આપી છે. તેમજ અપહરણકર્તા આરોપીઓની પણ ધરપકડ કરી દીધી છે. 

આ પણ વાંચોઃ દુર્ઘટનાની દિવાળી: ગુજરાતમાં 24 કલાકમાં આગ લાગવાની અનેક ઘટના, ફાયર વિભાગમાં દોડધામ

બાળકીના વાળ કાપી નાંખ્યા

અપહરણકર્તા સાયલા તાલુકાના લિંબાળા ગામનો શખસ હોવાનું જાણવા મળ્યું છે. અપહરણકર્તાએ બાળકીની ઓળખ ન થાય તે માટે તેના વાળ કાપી નાંખ્યા હતાં. ચાર શખસ આ બાળકીને ચોરી કરેલી રિક્ષામાં લઈને જતા હતાં. જોકે, પોલીસ આરોપીઓને પકડે તે પહેલાં તેઓ ચોરી કરેલી કારમાં બેસીને ભાગી ગયા હતાં. જોકે, પોલીસે તેમનો પીછો કરી અમદાવાદના બગોદરાથી ઝડપી પાડ્યા હતાં. 

આ પણ વાંચોઃ અમરેલીમાં એક બીજા પર ફેંકાયા આગના ગોળા, ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ અકબંધ

અપહરણના કારણનો કોયડો યથાવત

પોલીસે તમામ આરોપીને પકડી તપાસ હાથ ધરી છે. જોકે, હાલ બાળકીને અપહરણ કરવાનું કારણ સામે આવ્યું નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કાળી ચૌદસની તાંત્રિક વિધિ અથવા બાળ મજૂર બનાવી વેચાણ કરવા માટે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોય શકે. પોલીસે આ મામલે આરોપીની પૂછપરછ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News