Get The App

સુરતમાં તહેવાર ટાણે વતન જવા મુસાફરોની પડાપડી, ઉધના રેલવે સ્ટેશને લોકોનું કીડિયારું ઉભરાયું

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
સુરતમાં તહેવાર ટાણે વતન જવા મુસાફરોની પડાપડી, ઉધના રેલવે સ્ટેશને લોકોનું કીડિયારું ઉભરાયું 1 - image


Surat News: ગુજરાતના સુરતમાં મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવવા આવતા હોય છે. ત્યારે દિવાળીની ઉજવણી કરવા આ તમામ કામદારો વતન જવા નીકળ્યા છે. દેશભરમાં અત્યારથી જ દિવાળીને લઈને જોરદાર તૈયારીઓ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં પણ હવે દિવાળીનો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં લોકો વતન જવા નીકળ્યાં છે. જેને કારણે રેલવે સ્ટેશન પર લોકોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પણ રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ, પોલીસનું જાહેરનામું

સુરતમાં તહેવાર ટાણે વતન જવા મુસાફરોની પડાપડી, ઉધના રેલવે સ્ટેશને લોકોનું કીડિયારું ઉભરાયું 2 - image

ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોનો ઘસારો જોવા મળઅયો હતો. યુપી અને બિહાર જવા માટે મુસાફરોનો જમાવડો રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. પાંચ કલાકથી પણ વધુ સમયથી મુસાફરો લાઈનમાં ઉભા પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યાં હતાં. આ સાથે જ મુસાફરો વચ્ચે પડાપડીની સ્થિતિ પણ જોવા મળી હતી. 

આ પણ વાંચોઃ દિવાળીને ગણતરીના દિવસો બાકી છતાં નડિયાદ શહેરની બજારોમાં મંદીનો માહોલ

સુરતમાં તહેવાર ટાણે વતન જવા મુસાફરોની પડાપડી, ઉધના રેલવે સ્ટેશને લોકોનું કીડિયારું ઉભરાયું 3 - image

રેલવે અને પોલીસ તંત્ર થયું સજ્જ

મુસાફરોના ભારે ઘસારાના કારણે કોઈ જાનહાનિ ન સર્જાય તેવી સ્થિતિને ધ્યાને રાખી રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે આરપીએફના જવાનોને પણ તૈનાત કરામાં આવ્યાં છે. હજારોની સંખ્યામાં ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરી ભીડ વચ્ચે કોઈ આકસ્મિક બનાવ ન બને તેમજ હેમખેમ લોકો વતને જઈને તહેવારની ઉજવણી કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 


Google NewsGoogle News