ચાર દિવસમાં સુરતમાંથી નીકળ્યો 11 મેટ્રિક ટન કચરો, સફાઈ માટે લોકોએ 1606 MLD પાણી વાપર્યું
Image: Freepik |
Surat News: સુરત શહેર ગુજરાતના સૌથી સ્વચ્છ શહેરની લિસ્ટમાં ટોચ પર હોય છે. ત્યારે સુરત શહેરમાં 1 નવેમ્બરથી 4 નવેમ્બર સુધીમાં મનપાના ચોપડે ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનમાં 11,115 મેટ્રિક ટન કચરો એકત્રિત કર્યાંનું નોંધાયું છે. જેમાં પહેલી નવેમ્બરે 3240 મેટ્રિક ટન અને ત્રીજી નવેમ્બરે 3081 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
3081 મેટ્રિક ટન કચરો એકત્રિત કરાયો
31 ઓક્ટોબરે દિવાળીના દિવસે ફટાકડા ફોડી લોકોએ ઉજવણી કરી હતી, જેના કારણે ગાર્બેજ કલેક્શનમાં વધારો નોંધાયો હતો. આ સિવાય સુરતના શેરી, સોસાયટી, રોડ સહિતના સ્થળ પર ફટાકડાના કાગળનો કચરો ફેલાતા મનપા કર્મચારી દ્વારા સફાઈ કરવામાં આવી હતી. જેના કારણે 3 નવેમ્બરના દિવસે 3081 મેટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
દિવાળીના કારણે કચરાના પ્રમાણમાં થયો વધારો
નોંધનીય છે કે, સામાન્ય રીતે 2700-2800 ટન કચરાનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ, દિવાળી પહેલાં લોકો ઘરની સફાઈ કરતાં હોવાના કારણે કચરાની માત્રામાં ઘણો વધારો નોંધાયો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં માલધારીઓએ પાલિકાની ટીમને પરસેવો છોડાવ્યો, પકડેલી ગાયોના દોરડા કાપી છોડાવી લીધી
ચાર દિવસમાં ગાર્બેજ કલેક્શનના આંકડા
તારીખ | કચરાનું કલેક્શન |
1 નવેમ્બર | 3241 મેટ્રિક ટન |
2 નવેમ્બર | 1967 મેટ્રિક ટન |
3 નવેમ્બર | 3081 મેટ્રિક ટન |
4 નવેમ્બર | 2828 મેટ્રિક ટન |