Get The App

સુરતમાં બીઆરટીએસના ડ્રાઇવરે 6 વર્ષના બાળકનો લીધો જીવ, અકસ્માત બાદ બસ મુકી ફરાર

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
સુરતમાં બીઆરટીએસના ડ્રાઇવરે 6 વર્ષના બાળકનો લીધો જીવ, અકસ્માત બાદ બસ મુકી ફરાર 1 - image


Surat BRTS Bus Accident :  સુરત શહેરમાંથી હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. શહેરના અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે 6 વર્ષના બાળકને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું છે. બસે અડફેટે લેતાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. અકસ્માત થતાં તુરંત તેને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન જ બાળકનું મોત થઈ ગયું હતું. 

સારવાર દરમિયાન નિપજ્યું મોત

હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની દીપક સોલંકી અણુવ્રત દ્વારા બ્રિજ નીચે જ પોતાના પરિવાર સાથે રહે છે. 6 વર્ષનું રૂદ્ર નામનું બાળક ગઈકાલે મિત્રો સાથે બ્રિજ નીચે રમી રહ્યું હતું, ત્યારે અચાનક રોડ ક્રોસ કરતો હતો ત્યારે ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસ ડ્રાઇવરે તેને અડફેટે લીધો હતો. બસની ટક્કર વાગતા જ બાળકના માથામાં ગંભીર રીતે ઈજા પહોંચી અને લોહી વહેવા લાગ્યું હતું. જેથી તાત્કાલિક 108 બોલાવી બાળકને હોસ્પિલ ખસેડવામાં આવ્યું. પંરતુ, કમનસીબે બીજા દિવસે સવારે પાંચ વાગ્યાની આસપાસ બાળકનું મૃત્યુ થઈ ગયું.

આ પણ વાંચોઃ સુરતના પાલ-ઉમરા બ્રિજ પર અકસ્માત પર નિયંત્રણ માટે ડિવાઈડર ઉંચા કરવા અને કેમેરા મુકવા સુરતના સાંસદનું સૂચન

બસ મુકીને જ ફરાર થઈ ગયો ડ્રાઈવર

મૃતકના પિતા દીપકભાઈનું કહેવું છે કે, મારો દીકરો દ્વાર પાસે રમી રહ્યો હતો ત્યારે ત્યાં બીઆરટીએસ રૂટ ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન બીઆરટીએસના ડ્રાઈવરે મારા બાળકને અડફેટે લઈ લીધો. બાળકને જોઈને ડ્રાઈવરે બ્રેક મારી નહીં અને થોડો સમય બસચાલક ત્યાં જ ઉભો રહ્યો અને બાદમાં બસને ત્યાં જ મૂકીને ભાગી ગયો. 



Google NewsGoogle News