એક વર્ષની બહેનના રુદનથી કંટાળેલા 13 વર્ષના ભાઈએ કરી હત્યા, સુરતમાં બની હચમચાવતી ઘટના
Surat Crime News: સુરતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માસીયાઈ ભાઈએ પોતાની એક વર્ષની બહેનની હત્યા કરી નાંખી છે. એક વર્ષની બાળકી સતત રડી રહી હતી, જેનાથી કંટાળી 13 વર્ષના કિશોરે તેના મોઢે ઓશીકું દબાવી તેની હત્યા કરી દીધી હતી. એક વર્ષની બાળકીની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં 13 વર્ષનો કિશોર એક વર્ષ પહેલાં મુંબઈથી માસીના ઘરે રહેવા આવ્યો હતો. આ દરમિયાન માસીની એક વર્ષની દીકરી કોઈક કારણોસર રડારડ કરતી હતી. જેનાથી કંટાળી કિશોરે ઓશીકાથી બાળકીનું મોઢું દબાવી દીધું હતું. જેનાથી શ્વાસ રૂંધાતા બાળકીનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ Video: રાજકોટમાં 350 સાઈલેન્સર થઈ ગયા સાઈલેન્ટ, પોલીસે ફેરવ્યું રોડ રોલર
પોલીસ તપાસમાં થયો ખુલાસો
સમગ્ર બાબતે બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોર્સ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં રિપોર્ટમાં બાળકીનું મોત ગૂંગળામણના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બાળકીની હત્યા થઈ ત્યારે ઘરે ફક્ત 13 વર્ષનો કિશોર અને આ બાળકી જ હાજર હતાં. આ દરમિયાન બાળકી ખૂબ જ રડી રહી હતી, જેનાથી કંટાળીને કિશોરે બાળકીનું મોઢું ઓશીકાંથી દબાવી દીધું અને શ્વાસ રૂંધાતા તેનું મોત નિપજ્યું હતું.