સફાઇકર્મીને અહીં સુધી કેમ ઢસડ્યો, અધિકારીઓના નામ આપો... સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને લગાવી ફટકાર
Supreme Court Slams Gujarat Government : સફાઈ કર્મચારીની સેવાઓને નિયમિત કરવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારના એક અધિકારીએ સફાઈ કર્મચારીને લાભ આપવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની સામે સુપ્રીમ કોર્ટે વાંધો વ્યક્ત કર્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે ગુજરાત સરકાર પાસેથી ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવાની સલાહ આપનારા અધિકારીઓ વિશે ગુજરાત સરકાર પાસેથી વિગતો માંગી હતી.
જસ્ટિસ વિક્રમ નાથે શું કહ્યું
બાર એન્ડ બેન્ચની રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું હતું કે, 'અમે જાણવા માંગીએ છીએ કે ક્યાં અધિકારીએ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ આ સ્પેશિયલ લીવ પીટીશન દાખલ કરવાની સલાહ આપી છે.'
હાઈકોર્ટના આદેશ બાદ સફાઈ કર્મચારીને લાભ આપવવા સુપ્રીમ કોર્ટમાં અરજી
સપ્ટેમ્બર 2023ના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સરકાર માટે કામ કરતા એક સફાઈ કર્મચારીને લાભ આપવવા માટે રાજ્યની અપીલ પર બેન્ચ સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન કરવાની જગ્યાએ સફાઈ કર્મચારીને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવાનો વિકલ્પ પંસદ કર્યો છે.
કોર્ટે અધિકારી પાસેથી સોગંદનામુ માંગ્યું
કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, 'આદેશનું પાલન કરવાની જગ્યાએ રાજ્ય સરકારે આ કેસમાં એક સફાઈ કર્મચારી સફાઇકર્મીને અહીં સુધી કેમ ઢસડ્યો. જે અધિકારીએ સ્પેશિયલ લીવ પીટીશન દાખલ કરવાની સલાહ આપી છે અમે તેમની પાસેથી એક સોગંદનામુ માંગી રહ્યાં છીએ.' કોર્ટે કડક શબ્દોમાં આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ કારણ વગર કેસને ખેંચવા માટે જવાબદારો પાસેથી ખર્ચ વસૂલ કરી શકાય છે.
સફાઈ કર્મચારીના પેન્શન બાકી કેસમાં તમિલનાડુ સરકાર પર 1 લાખ રૂપિયાનો દંડ
આ પ્રકારના એક કેસમાં સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2022માં એક નિવૃત સફાઈ કર્મચારી દ્વારા દાવો કરાયેલા પેન્શન બાકીના સંબંધમાં ટ્રાયલ લંબાવવા બદલ તમિલનાડુ સરકાર પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.