Get The App

ગુજરાતના 10 શહેરમાં ઉનાળા જેવી ગરમી, તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર, હજુ 5 દિવસની આગાહી

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
ગુજરાતના 10 શહેરમાં ઉનાળા જેવી ગરમી, તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર, હજુ 5 દિવસની આગાહી 1 - image


Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસા બાદ તુરંત જ ઉનાળાનું આગમન થઈ ગયું હોય તેવો તાપ વરસાવતી ગરમી પડી રહી છે. સોમવારે કંડલા ઍરપૉર્ટમાં 41 ડિગ્રીએ સરેરાશ મહત્તમ તાપમાનનો પારો પહોંચી ગયો હતો. અમદાવાદમાં 38.2 : હજુ આગામી પાંચ દિવસ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેશે.

સોમવારે અમદાવાદમાં 38.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હજુ આગામી 3 નવેમ્બર સુધી અમદાવાદનું તાપમાન 38 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. ગત રાત્રિએ 23.4 ડિગ્રી સાથે અમદાવાદનું સરેરાશ લધુતમ તાપમાન સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધારે નોંધાયું હતું. 

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર પાંચ નવેમ્બર બાદ દિવસનું તાપમાન તબક્કાવાર ઘટવા લાગશે. આ જ સમયગાળા દરમિયાન લધુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી જતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. આજે 10 શહેરમાં 36 ડિગ્રીથી વઘુ તાપમાન હતું. જેમાં કંડલા ઍરપૉર્ટ ઉપરાંત ભુજ, ડીસામાં પારો 40 ડિગ્રીથી વઘુ હતો. 

ગુજરાતમાં ક્યાં વધારે ગરમી

શહેરતાપમાન
કંડલા ઍરપૉર્ટ41.0
ડીસા40.8
ભુજ40.6
રાજકોટ39.6
અમરેલી38.4
શહેરતાપમાન
અમદાવાદ38.2
ગાંધીનગર38.0
વડોદરા37.4
ભાવનગર37.0
સુરત35.9



Google NewsGoogle News