અમદાવાદમાં અચાનક વાયુ પ્રદૂષણ વધ્યું, ખાસ કરીને પશ્ચિમમાં ભેદી ધુમાડો છવાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
Foggy Environment



Ahmedabad Air Pollution : અમદાવાદમાં આજે અચાનક વાયુ પ્રદુષણ વધી ગયું હતું. મોડી સાંજે આખા શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વિશેષ રૂપે પશ્ચિમ અમદાવાદના એસજી હાઇવે, બોપલ, સનાથળ, મકરબા, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ભારે ધુમાડો છવાયો હતો. સામાન્ય રીતે આ પ્રકારનું વાતાવરણ શિયાળા દરમિયાન વહેલી સવારે જ જોવા મળતું હોય છે. જો કે, એવું વાતાવરણ સાંજે જોવા મળતાં લોકો અચરજ પામ્યા હતા.

ધુમાડા સાથે શંકાસ્પદ દુર્ગંધ પણ ફેલાઇ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધુમાડા ઉપરાંત શંકાસ્પદ દુર્ગંધ પણ ફેલાઇ હતી. જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકો તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત થયા છે. ફાયરબ્રિગેડની ટીમો આ શંકાસ્પદ દુર્ગંધનું કારણ જાણવા તપાસમાં લાગી છે. પરંતુ અત્યાર સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. 

આ પણ વાંચોઃ સાયબર ક્રાઇમ અને ડ્રગ્સનો મામલો ગુજરાત પોલીસ માટે પડકારઃ DGP

કયા કારણસર ધુમાડો છવાયો?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ શહેરમાં સાંજના સમયે વાદળો જમીનથી નજીક હતા જેને કારણે ભેજનું પ્રમાણ વધારે છે, જેથી પાણીના નાના કણો વધારે હોવાના કારણે ધુમ્મસ છવાઇ ગયો હતો. નોંધનીય છે કે, આજે દિવસ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેના કારણે પણ ધુમ્મસભર્યું વાતાવરણ બન્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પશ્ચિમ વિસ્તારમાં સમગ્ર વાતાવરણમાં ધુમાડા સાથે દુર્ગંધ પણ ફેલાઇ હતી. 

શહેરમાં વાયુ પ્રદુષણ વધ્યું

આ પ્રકારના વાતાવરણ અંગે સ્વાસ્થ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું કે, 'અમદાવાદ શહેરમાં સાંજના સમયે સામાન્ય રીતે શહેરના પશ્ચિમ વિસ્તારમાં 100 થી 150 AQI(એર ક્વોલિટી ઇન્ડેક્સ) હોય છે પરંતુ, આજે વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે અને પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી આજે સાંજના સમયે એસજી હાઈવે તરફ 260થી લઈને 358 એક્યુઆઇ રહ્યું હતું. આટલી વધુ માત્રામાં AQI પહોંચે તો તે સ્વાસ્થ માટે હાનિકારક છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.

આ પણ વાંચોઃ હવે અંધશ્રદ્ધા ફેલાવનારાને સાત વર્ષ સુધીની કેદ, જામીન પણ નહીંઃ ગુજરાત વિધાનસભામાં બિલ રજૂ

લોકો મુશ્કેલીમાં મૂકાયા

ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા વેઝિબિલિટી ઘટી હતી. આ કારણસર વાહનચાલકો અને નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા હતા. દૂર-દૂર સુધી ધુમાડાભર્યું વાતાવરણ દેખાયું હતું. જેથી રસ્તાઓ પર વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આવું ધુમાડાયુક્ત વાતાવરણ જોઇ શહેરના લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે.



અમદાવાદમાં અચાનક વાયુ પ્રદૂષણ વધ્યું, ખાસ કરીને પશ્ચિમમાં ભેદી ધુમાડો છવાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા 2 - image


Google NewsGoogle News