આવો હશે વાઇબ્રન્ટ ગુજરાત ટ્રે્ડ શૉ, વિશ્વના 100 દેશ વિઝિટર અને 33 દેશ પાર્ટનર તરીકે ભાગ લેશે
'મેક ઇન ગુજરાત' અને 'આત્મનિર્ભર ભારત' સહિત વિવિધ થીમ આધારિત 13 એક્ઝિબિશન હૉલ પણ તૈયાર
Vibrant Gujarat 2024: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગરમાં બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં અત્યાર સુધીના સૌથી મોટા 'ગ્લોબલ ટ્રેડ શો'નું આયોજન થવા જઈ રહ્યું છે. નવમી જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ધઘાટન કરવામાં આવશે. વિશ્વના સૌથી મોટા ટ્રેડ શો માટે એક્ઝિબિશન સેન્ટમાં વિવિધ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ માટે 'મેક ઇન ગુજરાત' અને 'આત્મનિર્ભર ભારત' સહિત વિવિધ થીમ આધારિત 13 એક્ઝિબિશન હૉલ પણ તૈયાર થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રેડ શોમાં 100 દેશ વિઝિટર તરીકે અને પાર્ટનર તરીકે ૩૩ દેશ ભાગ લઈ રહ્યા છે. વિશ્વના 20 દેશોના સંશોધન ક્ષેત્રના અંદાજે 1000થી વધુ બિઝનેસ હાઉસ ગ્લોબલ ટ્રેડ શોમાં સહભાગી થશે. એટલું જ નહીં, આ ટ્રેડ શોમાં કુલ વિસ્તારનું 100 ટકા બુકિંગ પણ થઈ ગયું છે.